Abtak Media Google News

કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાના સામે હવે મેલેરિયાની જેમ ટેબલેટની સારવાર અસરકારક બનશે તે દિવસો દુર નથી

 

અબતક, રાજકોટ

કોરોનાવાયરસ સાથે હવે લાંબા સમય સુધી જીવતા શીખી જવું પડશે, કોરોનાવાયરસ ના બદલતા વેરીયન્ટ માનવજાતનો લાંબા સમય સુધી પીછો છોડવાનું નથી, હા માઠાં સમાચારની સાથે એક સારા સમાચાર એ છે કે હવે ફકત એક ગોળી થી જ કોરોના મટી શકશે.

કોરોના ની સારવાર માટે સતત ચિંતિત રહેતા લોકો માટે એક સારા સમાચાર છે ભારત ની”મોલનુંપૈરેવિર” એક કંપનીએ નામની એન્ટીવાયરલ દવા બનાવી છે અને કોવિડ 19 ની સારવાર માટે તેને મંજૂરી આપી દીધી છે સોમવારે લોન્ચ થયેલી આ દવા નો રૂપિયા 1399 માં પાંચ દિવસનો કોર્સ એક વખત પૂરો કરી લેવાથી કોરોના માંથી મુક્તિ મળશે તેવો દાવો કંપનીએ કર્યો છે. કોરોનાની અસરકારક સારવાર માટે દવા બનાવવામાં જોડાયેલી કેરીઓ સનફારમા નેટકો અને ડોક્ટર રેડી દ્વારા કોરોના ની ટેબલેટ બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું અને હવે રૂપિયા 1200થી 1500 રૂપિયાના કોર્સમાં પૂરું ની સારવાર કરતી ટેબલેટ ઉપલબ્ધ બનશે  ફાર્માકંપની દ્વારા પીડીએફ ફાર્માસ્યુટિકલ ના સહકાર થીમોલ લાઈફ 200 મિલિગ્રામ ની દવા દિલ્હીમાં બનાવી છે સોમવારે લોન્ચ થયેલી આ દવા સાથે સાથે સનફારમા એન્ટિવાયરસ દવા રૂપિયા 500 માં બજારમાં આવી છે, અગાઉ યુએસ એફડીએ દ્વારા ટેબલેટ ને મંજૂરી આપી હતી સ અને ડોક્ટર રેડી એ ટેબલેટ નું ઉત્પાદન કરી સમગ્ર દેશમાં અને સૌથી વધુ ગરીબ અને મધ્યમ આવક વાળા દેશોને કોરોના ની દવા આપવાનું અભિયાન શરૂ કર્યું છે એક સમય હતો કે કોરોના ની સારવાર અંગે કોઈ નિશ્ચિત દવાનો હતી રસીકરણ ની સાથે સાથે હવે ટેબલેટ દ્વારા કોવિદ્ ની સારવાર શક્ય બનશે એક સમયે કેવી રીતે ગંભીર ગણાતી ટીબી અને મેલેરિયા ની બીમારી માં એક ટેબ્લેટ દ્વારા સારવાર ની ઉપલબ્ધિ એ આ ભયંકર બીમારી અને સામાન્ય બનાવી દીધી તેવી રીતે હવે જ્યારે કોરોના માટે પણ ટેબલેટ ઉપલબ્ધ બની રહી છે ત્યારે કોરોના ને નાથવા માટે ટેબલેટ કાફી બનશે.

રસીકરણ મહાઅભિયાન એક દિવસમાં 41 લાખ તરૂણોએ મેળવ્યું રક્ષા કવચ

કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સમગ્ર વિશ્વમાં શરૂ થયેલા રસીકરણ અભિયાન માં ભારતે થોડા જ સમયમાં સો કરોડનો લક્ષ્ય પૂરું કરવામાં સફળતા મેળવી છે હવે તરુણો અને રસી આપવાની કામગીરીમાં 41 લાખને સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે એક જ દિવસમાં 1.53.6 ગુજરાતમાં 5.6લાખ તરુણો નેરસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે રસી આપવામાં મધ્યપ્રદેશના 7.7 લાખ યુવાનોને સુરક્ષિત કરી રસી આપવામાં આવી છે.

કોરોનાનો ભરડો એક જ અઠવાડિયામાં 600 ટકાનો ઉછાળો

કોરોના લાંબા સમય સુધી પીછો છોડે તેમ નથી હા તેના વેરિએન્ટમાં ફેરફાર અને પતિવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલા કોરોના ના ઇતિહાસ માં ગઈ કાલે એક જ દિવસમાં 37 2868 નવા કેસ નોંધાતા અત્યાર સુધી ના સંક્રમણમાં સૌથી વધુ કેસ નોંધાયા છે જોકે વૈજ્ઞાનિકો નું માનવું છે કે કોરોના રિકવરી રેટમાં વધારો આવ્યો છે અને મૃત્યુઆંક કાબુમાં આવ્યો છે મહારાષ્ટ્રમાં 12160 મુંબઈમાં 7928 દિલ્હીમાં પણ આવા કેસોમાં વધારો આવ્યો છે જોકે સોમવારે સમગ્ર દેશમાં મૃત્યુ આંક 77 રહ્યો હતો કોરોના ના દેનિકની કેસમાં વધારો થવા પામેલ છે પરંતુ તેની તીવ્રતા ઘટતી જાય છે અને વધતું જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.