Abtak Media Google News

 

અબતક, નવી દિલ્હી

કોરોનાની વૈશ્વિક મહામારીની અસર હવે ભૂતકાળ બની ગઈ હોય તેમ ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. મોદી સરકાર અને રિઝર્વબેંકના સમન્વયી નિર્ણયના કારણે ઈકોનોમી રિકવરી ખૂબ ઝડપી બની છે તો આ સાથે મહામારીના સમયમાં પણ એમએસએમઈ, રોકાણ, મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ વગેરે ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાતા આર્થિક સુધાર ઝડપી શક્ય બન્યો છે. તો આ સુધારા સાથે અર્થતંત્રનું બેરોમીટર ગણાતું એવું શેર બજાર પણ ધમધમી રહ્યું છે.

હાલ શેરબજારની સપાટી 59,000ને પાર છે અને 60,000ને સ્પર્શ કરવા સેન્સેક્સ શેરબજારનો દરવાજો ખટખટાવી રહ્યો છે. રોકાણકારો પણ આ ઉપર મીટ માંડીને બેઠા છે. પણ આ આંકડાથી થોડા દૂરના અંતરે જઈ નજીકના ભવિષ્યનું વિચારીએ તો સેન્સેક્સ 60 કે 70 હજાર નહીં, અરે 1 લાખ પણ નહીં પણ 2 લાખને પાર ક્યારે થશે..??

આગામી નાણાંકીય વર્ષોમાં અર્થતંત્રનો હકારાત્મક અને ઝડપી વૃધ્ધિદરનો આશાવાદ તેમજ રોકાણ માટેનો દ્રષ્ટિકોણ, ગ્રાહકોની વર્તણુંક બદલતા શેરબજાર વધુ ધમધમશે

 

Sensex 1

આર્થિક નિષ્ણાતો અને બજાર વિશ્લેષકોના મત મુજબ આગામી નાણાકીય વર્ષમાં અર્થતંત્રનો હકારાત્મક વેગ, ઝડપથી વધતો જતો વૃદ્ધિદર તેમજ સરકાર દ્વારા કરાયેલા નાના-મોટા આર્થિક સુધારા શેરબજારને વધુ ધમધમાવશે. છેલ્લા 107 દિવસની અંદરમાં બીએસઈ પર અધધ… 1 કરોડ નવા રોકાણકારોના ખાતા ખુલ્યા છે અને આજ પ્રકારનો રૂખ અને આ જ આશાવાદ સાથે શેરબજાર આગામી 2030 સુધીમાં 2 લાખની સપાટીને પાર કરી દે તો નવાઈ નહીં..!!

બજાર વિશ્લેષકોના મત મુજબ આ સમયગાળા દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળશે. શેર બજાર વોલેટાઈલ ઝોનમાં પણ જોવા મળશે પરંતુ આગામી 10 વર્ષના ગાળામાં સેન્સેક્સ બે લાખની સપાટીને સ્પર્શ કરે તેવો મજબૂત આશાવાદ જણાઈ રહ્યો છે. જો કે આ પ્રકારની અપેક્ષા ઘણી અઘરી પણ છે.

 

એક દાયકા પહેલા જ્યારે સેન્સેક્સ 16,142 પર હતો (19 સપ્ટેમ્બર, 2011 ના રોજ) એ સમયે 20,000ની સપાટી પણ બહુ દુર તો ઠીક પણ નામુંકીન અને દાયકાઓના દાયકા લાગી જશે તેમ મનાતું પણ હવે સમય બદલાતા રોકાણકારોની સંખ્યા સાથે વર્તુણુંક બદલાતા 2,00,000ની સપાટી પાર કરે તેવી તીવ્ર શકયતા છે.

2032 સુધીમાં સેન્સેક્સ 2,00,000 પાર?

1986માં શરૂ થયેલી સેન્સેક્સની મુસાફરી દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. 30 વર્ષના આ લાંબા ગાળાના વલણમાં નાણાકીય વર્ષ 21 ના અંત સુધી 13.22%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે સપાટીમાં સતત વધારો થયો છે. જ્યારે આપણે સેન્સેક્સના ભાવિ માર્ગને માપીએ, ત્યારે આ માટે સૌથી મૂળભૂત પાસું છે દેશનો આર્થિક વૃદ્ધિદર. જે નક્કી કરશે કે  સેન્સેક્સ કેટલા સમયમાં બે લાખની સપાટીએ પહોંચશે..?? છેલ્લા 30 વર્ષમાં અર્થવ્યવસ્થા સારી રીતે ચાલવાને કારણે એટલે કે તેમાં કોઈ વધુ નકારાત્મક અસર ન હોવાને કારણે શેરબજાર હકારાત્મક વેગમાં જ આગળ ધપ્યું છે. ખાસ કરીને આ વેગ સરેરાશ કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 7%ની વૃદ્ધિને કારણે નોંધાયો છે.

એએસકે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ, બિઝનેસ હેડ અને સીઆઈઓ પ્રતીક અગ્રવાલ કહે છે કે, આગામી દાયકામાં લગભગ 15% સીએજીઆર- કમ્પાઉન્ડેડ એન્યુલ ગ્રોથ રેટ શક્ય છે. એટલે કે શેરની કિંમતો વાર્ષિક 15 ટકા વધી શકે છે. શેરની કિંમતોમાં વૃદ્ધિ કમાણીની વૃદ્ધિને અનુસરે છે. હું માનું છું કે આગામી દાયકામાં દેશને વાસ્તવિક દ્રષ્ટિએ સરેરાશ 7% અને નજીવી દ્રષ્ટિએ 10%થી વધુ વૃદ્ધિ હાંસલ કરવાની સારી તક છે.

જેના પરિણામે શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળશે. વિનિત બોલિંજકર (વેન્ચુરા સિક્યોરિટીઝના વડા)ના મત મુજબ કોર્પોરેટ અર્નિંગમાં વૃદ્ધિ કંપનીઓના મૂલ્યાંકનને આગળ ધપાવે છે અને જો અર્નિંગ ગ્રોથ ટકી રહે તો આગામી 10 વર્ષમાં સેન્સેક્સ 200,000 ને સ્પર્શી શકે છે. સેન્સેક્સનું CY22 અનુમાનિત ઊઙજ (શેર દીઠ કમાણી) રૂ. 2,711 છે. અમે માનીએ છીએ કે 200સ માર્ક માટે આગામી 10 વર્ષ માટે સેન્સેક્સ EPS 15% ના (CAGR)  પર વધશે. જો આપણે CY22 ઊઙજ વધીએ તો 15% EPS આગામી 10 વર્ષમાં, CY32 ઊઙજ રૂ. 10,970 હશે. આ ઊઙજ અને 200સ માર્ક સાથે, P/E 18.2ડ હશે. તેથી, સેન્સેક્સને 200સ માર્ક સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે.

વર્ષ 2030 સુધીમાં સેન્સેકસ 2,00,000ની સપાટી પાર કરે તેવો વિશ્ર્લેષકોનો મત, જોકે આ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ જોવા મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.