Abtak Media Google News

જસ્ટિસ રંજન ગોગોઈએ આજે દેશના46માં ચીફ જસ્ટિસ તરીકેના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ અપાવ્યા હતા. શપથ લીધા પછી ગોગોઈએ ત્યાં હાજર તેમની માતાને પગે લાગીને તેમના આશીર્વાદ લીધાં હતાં.

જસ્ટીસ ગોગોઈ આ પદ પર પહોંચનાર પૂર્વોત્તર ભારતના પહેલાં મુખ્ય ન્યાયાધીશ છે. 17 નવેમ્બર 2019 સુધી તેમનો કાર્યકાળ રહેશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના કુલ 31 પદ મંજૂર છે જેમાંથી અત્યારે 25 પદ પર ન્યાયાધીશ કામ કરી રહ્યા છે. જસ્ટિસ દીપક મિશ્રા સેવાનિવૃત થયા પછી આ સંખ્યા ઘટીને હવે 24 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં કુલ સંખ્યા 11 ખાલી છે. જસ્ટિસ ગોગોઈના કાર્યકાળમાં પાંચ વધુ ન્યાયાધીશ સેવાનિવૃત થશે. ઉચ્ચ ન્યાયાલયોમાં જજના કુલ 427 પદ ખાલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.