ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા તરફી જૂવાળ: હરિફોના છાતીના પાટીયા ભીંસાયા

ધારી, બગસરા, ખાંભા તાલૂકાના ગામોમાં લોકસંપર્ક દરમિયાન જે.વી.કાકડિયાને ફૂલડે વધાવતા મતદારો

94 ધારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાના સમર્થનમાં ઠેર-ઠેર સભાઓ યોજવામાં આવી હતી. ખૂબ મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવારને સમર્થન પણ મળ્યું હતું એટલું જ નહીં આ દરેક સ્વભાવમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ વિકાસ વાદના નારાને અમલી બનાવી બાકી રહેલા કામોને ઝડપભેર પૂર્ણ કરવા વચન આપ્યું હતું. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા જામકા, હડાળા, ખારી, ચારણપીપડી, સનાળિયા, શીલાણા, બગસરા સહિતના ગ્રામ્ય પંથકમાં સર્વ સમાજે આવકાર્ય હતા નહીં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની હાકલ પર કરવામાં આવી હતી અને  તેઓનું પુષ્પગુચ્છ થી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વિવિધ સભા સ્થળે ઉપસ્થિત રહેલા આગેવાનોમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યોની સાથે વિવિધ ગામોના સરપંચો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા સ્થળ ઉપર આગેવાનો દ્વારા ભાજપને અને ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી હતી.

ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાને જે રિતે પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. તેનાથી હરિફોના છાતીના પાટીયા ભીંસાવા લાગ્યા છે. કોંગ્રેસ અને આપની ચૂંટણી છાવણીમાં કાગડા ઉડી રહ્યા છે. જે.વી.કાકડીયાના સમર્થનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 100થી વધુ આગેવાનોએ કેસરિયા કરતા ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

જયસુખભાઇ વલ્લભભાઇ કાકડીયા (જે.વી.કાકડિયા)ને અલગ-અલગ તાલૂકાઓના ગામમાં જન સંપર્ક દરમિયાન લોકો ઉમળકાભેર આવકારી રહ્યા છે. મતદારો હોંશભેર ફૂલડે વધાવી રહ્યા છે. હરિફોએ ચૂંટણી પહેલા જ હથિયાર હેઠા મૂકી દીધા છે. અમરેલી જિલ્લામાં પાંચેય વિધાનસભા બેઠક પરથી ધારી-બગસરા અને ખાંભા વિધાનસભા બેઠક પરથી જે.વી.કાકડિયાને સૌથી વધુ લીડથી જીતાડવા ખૂદ મતદારોએ મન બનાવી લીધું છે.