Abtak Media Google News

કાગદડી ગામમાં અતિભારે વરસાદ પડ્યો હતો જેમાં માલધારીઓના પશુ મૃત્યુ પામ્યા હતા. આ અનુસંધાને જરૂરી સૂચનાઓ આપી સર્વે કામગીરી તથા જરૂરી કાર્યવાહી યુધ્ધના ધોરણે કરાવી જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે તાત્કાલિક સહાય મંજુર કરવી હતી. આ સહાઈમાં જિલ્લા સદસ્ય સંજયભાઈ રંગાણી, કાગદડી સરપંચ શ્રી દેવ કોરડીયા, ગઢકા સરપંચશ્રી કેયુરભાઈ ઢોલરીયા, ઉપસરપંચ જગદીશભાઈ, પંચાયત સભ્યો તથા ગ્રામજનોની હાજરીમાં મેરાભાઇ વજાભાઇ બાંભવાને રૂપિયા ૬૦,૦૦૦/- ઓઘડભાઈ સગરામભાઈ બાંભવાને રૂપિયા ૩૦,૦૦૦/- તથા જેઓની ભેસ, ઘેટા-બકરાના મરણ થયેલ તેઓ પ્રત્યેકને રૂપિયા ૬,૦૦૦/- ના ચેક આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં 4 ઓગસ્ટ નિમિતે  “નારી ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર નિમિત્તે રાજ્કોટ જીલ્લાની જેતપુર ગામે મનરેગા અંતર્ગત નવી બનેલ આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર તથા વીરપુર જિલ્લા પંચાયત સીટના સભ્ય અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્ય અશ્વિનાબેન ડોબરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.  જેમાં જેતપુર ગામના આંગણવાડી કેન્દ્ર ન.- ૨ની લોકાર્પણ કરવામા આવ્યું હતું.

નારી ગૌરવ દિવસનાકાર્યક્રમમાં રાજકોટ દૂધ ડેરીના ચેરમેન  ગોરધનભાઈ ધામેલીયા, વેલજીભાઈ સરવૈયા, પ્રમુખ જેતપુર તાલુકા ભાજપ, તેમજ જનકભાઈ ડોબરિયા, પૂર્વ આરોગ્ય ચેરમેન અને સરપંચ ચંદુભાઈ તથા અન્ય તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર શ્રી હીનાબેન લશ્કરી ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા ચલાવવામાં આવતી લોક ઉપયોગી યોજનાઓ વિષે લોકોને માહિતગાર કાર્ય હતા. ઉપરાંત આઈ.સી.ડી.એસ.ના બાળકોને સુખડી વિતરણ કરવામાં આવ્યું હતું  તથા વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને તેમના હસ્તકે સીધોજ લાભ અપાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ બાદ વીરપુર ગામ ખાતે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર જલારામ બાપાના દર્શને આવેલ તેમજ તેમની સાથે રાજ્કોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધમેલીયા, પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, જેતપુર ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, જેતપુર તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ બારૈયા તેમજ વીરપુર શ્રી ગાયત્રી ટ્રસ્ટ અને મુક્તિ ધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયાએ સાથે રહી દર્શન કરી લોકોની સુખાકારી માટે પ્રાથના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.