Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા તમામ કાર્યક્રમો મોકૂફ રખાયા હોય આવતીકાલથી શરૂ થતો કલા મહાકુંભ પણ નહી યોજાઈ

અબતક,રાજકોટ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી એક પખવાડીયું તમામ સરકારી તથા મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.જેના પગલે આવતીકાલથી રાજયભરમાં શરૂ થતો કલા મહાકુંભ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગતવર્ષ કલા મહાકુંભ વર્ચ્યુઅલી યોજાયો હતો પરંતુ આ વર્ષ વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજવો કે કેમ? તે અંગે તંત્ર હજી અવઢવમાં છે.

રાજયમાં કલા અને કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર દ્વારા 33 સ્પર્ધાઓ સાથે કલા મહાકુંભ યોજાયો હોય છે.આ વર્ષ કલા મહાકુંભની શરૂઆત 9મી જાન્યુઆરીથી થવાની હતી. રાજયમાં કોરોનાના કેસ રોકેટ ગતીએ વધી રહ્યા છે. જેના કારણે તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા આગામી એક પખવાડીયા સુધી તમામ સરકારી કાર્યક્રમો અને મુખ્યમંત્રીના કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે.જેના પગલે યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃતીઓ ગાંધીનગરના કમિશનર દ્વારા ગઈકાલે સાંજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષ કલા મહાકુંભ -2021-22 સ્થગીત રાખવામાં આવ્યો છે. ગત વર્ષ કોરોનાના કારણે કલા મહાકુંભની સ્પર્ધાઓ વર્ચ્યુઅલી યોજાઈ હતી. આ વર્ષ વર્ચ્યુઅલ કલા મહાકુંભ યોજવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.