પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા  કરાયું ‘કળશ-સ્થાપન’

ગ્રીન-કલીન મહોત્સવ સ્થળે 10 લાખથી વધુ વૃક્ષારોપણ કરાશે

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય  પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે લાખોની જનમેદની વચ્ચે ભક્તિભાવથી ઉજવાનાર છે. આ મહોત્સવ માટે અમદાવાદની પશ્ચિમે સાયન્સ સીટી-ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ-સ્થળ સ્વામિનારાયણ નગર આકાર લઇ રહ્યું છે.

સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ 600 એકર ભૂમિમાં મહોત્સવ-સ્થળસ્વામિનારાયણ નગર આકાર લઇ રહ્યું છે. ગ્રીન એન્ડ ક્લીન મહોત્સવ સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણ નગરમાં 7000 વૃક્ષો અને દસ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે, જેશોભામાં અભિવૃદ્ધિ તો કરશે પરંતુ પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપશે.

જ્યાં લાખો લોકો ઉમટશે એ મહોત્સવ સ્થળ સ્વામિનારાયણ નગર” એવી નગરી હશે -દેશ-વિદેશના અનેક પ્રસિદ્ધ મહાનુભાવોની ઉપસ્થિતિ માં અહીં લાખોલોકો વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોમાં ભાગ લઈને ધન્યતા અનુભવશે.અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે આકાર લઇ રહેલા સ્વામિનારાયણ નગરમાં હાલ 2000થી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે,અને મહોત્સવ દરમ્યાન 50,000થી વધુ સંખ્યામાં સેવા આપશે.આ મહોત્સવ-સ્થળનાવિશાળ મુખ્ય પ્રવેશદ્વારે જ્યાં મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ-સ્થાપન વિધિ કરવા માટે આજે તા. ગત દિવસે  ભારતના ગૃહમંત્રી  અમિતભાઈ શાહ મહોત્સવ સ્થળે પધાર્યા હતા.

મહોત્સવના પ્રેરક પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી, મહોત્સવનાસંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ  અમિતભાઈનું સ્વાગત કર્યું હતું. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ તેમને મહોત્સવ સ્થળ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ  અમિતભાઈએ વિધિપૂર્વક કળશ-સ્થાપન કરીનેમહોત્સવ સ્થળના નિર્માણનું એક મહત્ત્વનું સોપાન આરંભ્યું હતું.આ પ્રસંગે તેઓએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં સંસ્મરણો તાજા કરીને આ વિશ્વવંદનીય સંતને વંદના કરતા આ મહોત્સવ માટે  શુભેચ્છાઓ પાઠવી હતી.