Abtak Media Google News
  • ભૂમિપૂજન પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ
  • માત્ર બે કલાકમાં સવા ચાર કરોડનો ફાળો એકત્રિત સમાજ ભવનમાં ખેતી વિષયક માહિતી કેન્દ્ર અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અદ્યતન લાયબ્રેરી ઉભી કરાશે

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, કાલાવડ નિર્મિત લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન ગત શનિવાર, તારીખ 28 મેના રોજ ભૂમિદાતા વિનોદભાઈ સવજીભાઈ વસોયા અને ધીરુભાઈ સવજીભાઈ વસોયાના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સમસ્ત કાલાવડ લેઉવા પટેલ સમાજનો પંદરમો સમુહ ભોજન સમારોહ પણ યોજાયો હતો, જેમાં એક પંગતે હજારો જ્ઞાતિજનોએ ભોજન લીધું હતું.

Untitled 1 64

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલે  પ્રાસંગિક ઉદબોધન કરીને આ ભગીરથ કાર્યમાં પૂર્ણ સહયોગ આપવા માટે તત્પરતા બતાવી હતી.

કાલાવડમાં લેઉવા પટેલ જ્ઞાતિની સંખ્યા ખૂબ મોટી હોવા છતાં સામાજિક પ્રસંગો ઉકેલવા માટે કોઈ વાડી કે હોલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને પરિણામે જ્ઞાતિજનો વર્ષોથી આ પ્રશ્ને મુશ્કેલી અનુભવતા હતા. આ મુશ્કેલીના નિવારણ અર્થે હાલ રાજકોટ વસતા પ્રમુખ ભરતભાઈ ઠેસિયા (પટેલ જ્વેલર્સ-કાલાવડ)એ કાલાવડને કંઇક આપવાની નેમ સાથે પટેલ સમાજ નિર્માણનું બીડુ ઝડપ્યું હતું. આ સમાજના નિર્માણ સાથે જ્ઞાતિજનોની મુશ્કેલીઓનો અંત આવશે.

આ સમારોહમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કાલાવાડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછળીયા, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, મંત્રી જીતુભાઈ વસોયા, ખજાનચી ચિરાગભાઈ શિયાણી તેમજ જે.કે.ઠેસીયા (ચેરમેન સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ-જૂનાગઢ)તેમજ જામનગર પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, સમાજના અગ્રણી ગંગદાસભાઈ કાછડીયા તેમજ કાલાવડના અગ્રણીઓ નાનજીભાઈ ચોવટીયા, જે.ટી.પટેલ, વલ્લભભાઈ સાંગાણી, જમનભાઈ તારપરા, પરસોતમભાઇ નાથાભાઈ ફળદુ, એ.ડી.ફળદુ, વિનુભાઈ રાખોલીયા, ગિરધરભાઈ પટોડીયા, જે.પી.મારવિયા, પરસોતમભાઇ એસ.સાવલિયા, ભોલાભાઇ એલ.ફળદુ, ભૂમિત ડોબરીયા તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાડુકીયા નાકા, બાલાંભડી રોડ, કાલાવડ ખાતે નિર્માણાધીન સમાજ ભવનના ભૂમિપૂજનના આ અવસરે ભૂમિ પૂજન સ્થળે બપોરે 4:30 વાગ્યે મનસુખભાઈ વસોયાના લોક સાહિત્યનો કાર્યક્રમ તેમજ રાત્રે 8 વાગ્યે સમૂહ રાસનું આયોજન થયું હતું, જેમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ ભૂમિપૂજન પ્રસંગે દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી હતી અને માત્ર બે કલાકમાં સવા ચાર કરોડ રૂપિયાનો ફાળો આ સુકાર્ય માટે એકત્રિત થયો હતો. દાન આપનાર દાતાઓનું આ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.