કાલાવડ: જેટકો કંપની દ્વારા ખેતરમાં ટાવર નાખવાથી સર્જાય છે ખેડુતોને મુશ્કેલી

ખેડુ આગેવાનો દ્વારા કૃષિ મંત્રી તેમજ તંત્રને કરાઇ રજુઆત

અબતક, રાજુભાઇ રામોલીયા કાલાવડ

કાલાવડ તાલુકાના જશાપર ગામે જેટકો કંપનીની ઘોર બેદરકારી આવી સામે ખેડુતોના ખેતરોમાં છેલ્લા એક મહિનાથી જેટકો કંપનીના ટાવર અને રર0 કે.વી. ના તોતીંગ વીજ વાયર વાવેતર કરેલા ખેડુતોના ખેતરોમાં તુટીને પડયા છે છતાં પણ આજ સુધી જવાબદાર અધિકારીને ખેડુતો દ્વારા જાણ કરવા છતાં પણ કોઇ કાર્યવાહી નહિ થતા ખેડુતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ખેડુત આગેવાનોએ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને પણ મૌખિક રજુઆતો કરી છે છતાં પણ મંત્રીના પણ આદેશનો ઉલાળીયો કરી ખેડુતોને પોલીસનો ડર બતાવી હેરાન કરતા હોવાનો પણ સ્થાનીક ખેડુતો આક્ષેપો કરી હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.

કાલાવડ તાલુકાના જશાપર ગામની સીમના આઠથી દશ ખેડુતોના ખેતરોમાં છેલ્લા એક મહિનાથી જેટકો કંપનીના ટાવર અને રર0 કે.વી. ના તોતીંગ વીજ વાયરો ખેડુતોના ઉભા પાકમાં તુટીને પડયા છે.

છતાં પણ આજ સુધી જવાબદાર અધિકારીઓએ કોઇપણ કાર્યવાહી કરેલ નથી. ખેડુતોના ખેતરોમાં તોતીંગ  વાયરો પથરાય જતાં ખેડુતો તેઓના ખેતરોમાં ખેતી કામ કરવા જઇ શકતા નથી. ખેડુતોના ઉભા પાકમાં ખુલ્લા તોતીંગ વાયરો પથરાઇ જતા ખેડુતો સાતીકામ, નીંદાણ દવાનો છંટકાવ પાળા બાંધવા, ટ્રેકટર ચલાવી ખેતી કરવી જેવા કામ નહી કરી શકતા ખેડુતોના ખેતરોમાં પુષ્કર ઘાસ ઉગી જતાં ખેડુતો છતા પાર્ક પાકની માવજત નજથી કરી શકતા, જેથી ખેડુતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.