Abtak Media Google News

સુરતથી એમ્બ્યુલન્સ દ્વારા મુંબઇ લઇ જવાતી રૂ.25.80 કરોડની જાલીનોટ પકડાયા બાદ સુરત પોલીસે મોટા વડાળા દરોડો પાડ્યો

મુંબઇમાં ગુજરાતી ફિલ્મના શુટીંગ માટે રૂ.2000ના દરની જાલીનોટ કલર ઝેરોક્ષ દ્વારા બનાવ્યાનું ખૂલ્યું

અબતક, રાજુ રામોલીયા, કાલાવડ

સુરતના કામરેજ ખાતેથી ગઈકાલે 25.80 કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે આજે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ 20 કરોડ રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જાલી નોટ મુંબઇ ફિલ્મના ચાલતા ગુજરાતી ફિલ્મના શુટીંગમાં લઇ જવાતી હોવાનું બહાર આવ્યું છે. હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હોવાની અને નોટ પર રિઝર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું તેઓએ જણાવ્યું છે.સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે પોલીસે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એક એબ્યુલન્સને રોકાવી તલાસી લીધી હતી.

Img 20220930 224004

જેમાં જુદા જુદા બે મોટા બોક્સમાંથી રૂપિયા 25.80 કરોડની રૂ.ર2,000 ની જાલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો જામનગર થી રાજકોટ થઈ સુરત અને ત્યાંથી મુંબઇ જવા તો હોવાની વિગતો જાહેર થઈ હતી. મૂળ કાલાવડ પંથકના હિતેશ કોટડીયાએ અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્મના શૂટિંગ માટે આ નોટ ફોટો કોપી કરાવી હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ હતી. દરમિયાન હિતેશ કોટડીયાની પૂછપરછમાં વધુ જથ્થો કાલાવડ પંથકમાં સંતાડ્યો હોવાની કેફિયત તેઓએ આપી હતી.

જેને લઈને આજે સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક અવાવરૂં મકાનના મગફળીના ભુક્કામાંથી વધુ 20 કરોડ ઉપરાંતની જાલી નોટ કબજે કરી છે. જોકે આ નોટ ક્યાં છાપી છે? અને ખરેખર ફિલ્મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.