Abtak Media Google News

શહેરમાં કળયુગનો પ્રકોપ વધ્યો હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૌત્રીની ઉંમરની માસૂમ સાથે કૌટુંબિક નાનાએ રમાડવાના બહાને અગાસી પર લઈ જઈ અડપલાં કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. માત્ર સાડા ચાર વર્ષની બાળા સાથે જાતીય શોષણ કર્યાની ઘટના સામે આવી છે.રાજકોટમાં માસૂમ બાળાને રમાડવાના બહાને અગાસી પર લઇ જઇ 66 વર્ષીય લાલજી ગાધેર નામના કૌટુંબિક નાનાએ શરીર સાથે અડપલાં કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરૂદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.ગત તારીખ 26મી એપ્રિલના રોજ સવારના 11 વાગ્યા આસપાસ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો લાલજી ગાધેર ભોગ બનનાર સાડા ચાર વર્ષની બાળાને રમાડવાના બહાને અગાસી પર લઇ ગયો હતો. બાદમાં તેના શરીર સાથે અડપલા કરી જાતીય હુમલો કર્યો હતો. જોકે ભોગ બનનાર બાળાને કંઇક અજુગતું લાગતા તેણે વિરોધ કર્યો હતો. આ સમયે લાલજીએ ધમકાવી ચૂપ કરી દીધી હતી.

આ અંગે મહિલા પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ ઘટના બન્યા બાદ બાળાએ તેની આપવીતી દાદીને કહી હતી. જોકે આ સમયે તેના માતા-પિતા ઘરે ન હતા. બાદમાં તે ઘરે આવતા તેમને જાણ કરવામાં આવી હતી અને લાલજી સાથે પારિવારિક સબંધ હોવાથી તેને સમજાવવા કોશિશ કરી હતી. પરંતુ લાલજી ફરિયાદી પર ગુસ્સે થઇ રાડો પાડવા લાગ્યો હતો. આથી આખરે ભોગ બનનાર બાળાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કર્યો હતો અને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.