કળિયુગી મિત્રતા: રાજકોટમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રએજ કરી મિત્રની હત્યા, પછી રચ્યું આવું કાવતરું

મિત્રો જો સારા મળે તો જીવન સુધારી દે અને જો મિત્રો ખરાબ મળે તો જિંદગી બગાડી નાખે. એવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટના સંજય સોલંકી નામના બૂલટેગરની કાલે રાતે હત્યા કરી તેની લાશને એક બોક્ષમાં બાંધી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીથી સ્વાતિ પાર્ક જવાના રસ્તે ફેંકી દીધી હતી. પોલીસને લાશ મળતા તેને આ બાબતની તાપસ હાથ ધરી હતી.

આ બાબતની તાપસ હાથ ધરતા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસને તાપસમાં મોતનું કારણ સામે આવ્યું કે, સંજય સોલંકી અને તેના મિત્રો વચ્ચે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી. પેહેલા એવી અટકળો લગાવામાં આવતી હતી કે આ હત્યા સ્ત્રી પાત્રને લઈ થઈ હોય પણ પોલીસ દ્વારા આ ભેદ ઉકેલાય ગયો છે. મિત્ર સાથે બોલાચાલી થતા મિત્રએ સંજયના માથામાં બોથડ પદાર્થ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. અને પછી લાશને સગેવગે કરવા અન્ય બે મિત્રોની મદદ પણ લીધી હતી.