Abtak Media Google News

બસ સ્ટેન્ડ પર ઊભેલી એસ.ટી બસને પૂરપાટ ઝડપે આવતી લકઝરી બસે ઠોકર મારતાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને કાળ ભળખી ગયો

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે ફરી રક્ત રંજીત બન્યો છે જેમાં ગાંધીનગરના કલોલ ખાતે ગોઝારો અકસ્માતની ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ ઉભેલા મુસાફરોને કચડી નાખતા ઘટના સ્થળે ૫ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે ૭ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિગતો મુજબ વહેલી સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસ પાર્ક કરેલી એસ.ટી બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને એસ.ટી બસ કચડી નાખ્યાં હતા. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતા ૫ મુસાફરોના ઘટના સ્થળ જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે ૭ મુસાફરોને ઈજા પહોંચી હતી.

કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો પોતાના કામ ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઉભા હતા. એ વખતે એક વાદળી કલરની એસ.ટી બસ રોડ પર ઉભી હતી. જેની આગળ મુસાફરો બીજી બસની રાહ જોઈને ઉભા રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલકે પોતાની લકઝરી પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસ.ટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે બસ એક દમ આગળ ધકેલાઈ ગઈ હતી. એજ ઘડીને ત્યાં ઉભેલા મુસાફરો એસ.ટી બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ મુસાફરોનાં સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.આ બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. તો બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખવિધિ કરવાની તજવીજ ચાલી રહી છે.

મૃતકના નામ

  • શારદાબેન રોહિતભાઈ જાગરીયા (ઉ.વ.50 વર્ષ રહે.કલોલ)
  • બળવંતજી કાળાજી ઠાકોર (ઉ.વ 45)
  • દિલીપસીહ વિહોલ (ઉ.વ.48)
  • પાર્થ ગુણવંતભાઈ પટેલ (ઉ.વ.22 રહે. કલોલ)
  • અજાણ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.