Abtak Media Google News

પર્યુષણ નિમિતે નિતનવા શણગારો એકથી એક શણગાર દર્શનનો લાભો ભાવિકોએ લીધો લાભ

જૈનોના  પર્યુષણ પર્વના પ્રારંભથી જ  આઠ દિવસ દેરાસરો અને ઉપાશ્રય અદ્ભૂત આંગી રચવામાં આવે છે. તેમા ભગવાન મહાવીર, ઋષભદેવ અને સુપાર્શ્ર્વનાથની મૂર્તિને આઠ દિવસ સુધી વિશેષ શણગાર કરવામાં આવે છે. જેના દર્શન માટે  દર્શનાર્થીઓ અનેરો લાભ લે ધન્યતા અનુભવી હતી.તપસ્વીઓ સહિતના આરાધક નવકારમંત્રના જાપ તેમજ તપ અને આરાધના પ્રતિક્રમણ કરી ધર્મમય બન્યા છે.

જૈનો અલગ અલગ  ઉપાશ્રયોમાં એકત્ર થઈ પ્રાર્થના, પ્રવચનમાં જોડાઈને ધર્મ આરાધના કરી હતી. જયારે દેરાસરોમાં ભગવાન મહાવીરને હિરાજડીત તેમજ સોના-ચાંદી, હીરા, મોતી ફુલો, મોરપીછ જેવા સોહામણા શણગાર કરી શ્રાવક-શ્રાવીક ધન્યતા અનુભવી છે. આ વખતે  સ્થાનકવાસી અને દેરાવાસી એમ બંને  જૈન સમાજના એક સાથે  પર્યુષણ પર્વનો સાથે  મળી  જપ-તપ-સાધનાનો અનેરો સંગમ  જોવા મળી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.