Abtak Media Google News
  • ઉપલેટા પંથક અને ધોરાજી ગ્રામ્યમાં ભાજપને 10 હજારની લીડ મળે તેવા સંજોગો: ધોરાજી શહેરમાં પંજો બબાટ ચાલ્યો હોય તો કોંગ્રેસની જીત નકકી?
  • ભાયાવદર, પાનેલી, કોલકી, પીપળીયા, કલાણામાં કમળ ખીલશે ધોરાજી શહેર, પાટણવાવ, તણસવા, ઇશરા, રબારીકામાં પંજો ફરશે ?

વિધાનસભાના મતદાન બાદ આમ જનતા અને વિવિધ રાજકીય પક્ષોમાં કાર્યકરોમાં કોણ જીતશે તે કોણ હારશે કોને કયાંથી કેટલી લીડ મળશે તેવી વાતો વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીતના દાવા કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાએ આઠ હજાર મતથી જીતનો દાવો કરવો હતો. જયારે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલીયા એ પાંચ હજાર મતથી તેનો વિજય થશે તેવું જણાવેલ હતું. પણ ખરેખર વાસ્તવિકતા બન્ને પક્ષના કાર્યકરો કોણ જીતશે તે કોણ હારશે તે મગનું નામ મરી પાડતા નથી. 2017 માં પાટીદાર ફેકટરને કારણે કોંગ્રેસના લલીત વસોયા રપ હજાર જેટલા મતે વિજય થયો હતો. તેમાં ધોરાજી શહેરમાંથી અગીયાર હજાર જેટલા મતોની લીડ તેમને મળી હતી. જો આ આ વખતે આ લીડ જાળવી રાખે તો કોંગ્રેસનો વિજય બનવાના સંભાવના વધી જાય છે. પણ કોંગ્રેસના વિજયમાં આમ આદમી પાર્ટી કેટલું વિઘ્ન ઉભું કરે છે તેના ઉપર કોંગેસના વિજયની આશા છે. જયારે ભાજપે 2017માં ભાયાવદર, પાનેલી, કોલકી, સુપેડી, કલાણા સહીત ગામોમાં ભારે માર ખાધો હતો.

તે ગામોમાં ભાજપે આ વખતે મત મળી શકે તેવી સ્થીતીનું નિર્માણ થયું છે પણ આ ગામો કેટલી લીડ આપી શકે છે. તેના ઉપર ભાજપના વિજયની આશા બંધાયેલી છે.

મતદાન બાદ ઉપલેટા શહેર- ગ્રામ્ય વિસ્તારના ભાયાવદર, પાનેલી, કોલંકી મેરવદર તેમજ ઉપલેટા શહેરી વિસ્તારમાં ભાજપને સાત હજાર લીડ મળે તેવા સંજોગો દેખાઇ આવે છે. તેમાં ભાયાવદર, કોલંકી અને પાનેલીમાં મોટી લીડ મળવાની શયકતા ભાજપને છે. જયારે કોંગ્રેસને ધોરાજી શહેરમાં દશ હજાર જેટલી લીડ મળે તો પાતળી બહુમતિથી વિજય બની શકે છે.

કોંગ્રેસને વિજય બનવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉપલેટા-ધોરાજીના મુસ્લીમ અને ઇતર મતો આ ઉપરાંત બન્ને ગામોના લેઉવા પટેલ સમાજ માંથી કેટલા મતો ખેંચી જાય તેના ઉપર મદાર છે. હાલમાં જોતા આમ આદમી પાર્ટી સાતથી દશ હજાર મત મળે તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. તેમાં ધોરાજી શહેરમાંથી મે આમ આદમી પાર્ટી વધુ મત ખેંચી જાય તો કોંગ્રેસનો વિજય રથ અટકાવી શકે છે. એકંદરે ભાજપને જીતવું હોય તો ધોરાજી- ઉપલેટા ગ્રામ્ય અને ઉપલેટા શહરની લીડ ઉપર આધાર છે. જયારે કોંગ્રેસને જીતવું હોય તો ધોરાજી શહેરમાંથી મળેલી લીડ ઉપર આધાર રહેશે.

ભાજપને ઉપલેટા શહેરમાંથી બે કે ત્રણ હજારની લીડ મળે જયારે ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર હજાર જેવી લીડ મળી શકે છે. જયારે ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાંથી બે થી ત્રણ હજારની લીડ મળવાની સંભાવના છે. આમ ભાજપને આખી વિધાનસભામાં 10 મતની લીડ મળવાની શકયતા છે જયારે કોંગ્રેસને ધોરાજી શહેરમાંથી 10 થી 1ર મત મળવાની સંભાવના છે. આમ બન્ને પક્ષમાંથી જે પક્ષ વિજય બને તે પાતળી સરસાઇથી વિજય બનશે હાલ આ બેઠક ઉપર ભર્યા નારીયેળ જેવી સ્થીતી છે. બન્ને પક્ષના કાર્યકરો જો અને નો ઉપર ગણીત માંડી રહ્યા છે. પણ મગનું નામ મરી પાડવા કોઇ કાર્યકર તૈયાર નથી.

ભાજપના ઉમેદવારોને જીતાડવા બહારથી મતદારો આવ્યો

ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઇ પાડલીયાને જીતાડવા 100 જેટલી કારો અને પ0 જેટલી ટ્રાવેલ્સો મુળ ઉપલેટા- ધોરાજીના વતની અને મતદાન ધરાવતા લોકો મતદાન કરવા આવ્યા હતા તે ભાજપના ઉમેદવારની જીતમાં મહત્વનો ભાગ ભજવશે અઢી હજાર મતદારોને બહારથી મતદાન કરવા બોલાવતા ભાજપનું માઇક્રોપ્લાનીંગ સફળ હોવાનું જણાઇ આવ્યું છે.

બન્ને ઉમેદવારોની જીતના દાવા કર્યા

મતદાર બાદ ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઇ પાડલીયા એ બે હજારથી પાંચ હજારની લીડ સાથે ભાજપનો વિજય થશે તેવી આશા  વ્યકત કરી હતી જયારે કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયા હાલ પાટણમાં ચુંટણી પ્રચારમાં હોય ત્યાંથી પોતે આઠ હજાર મતથી વિજય બનશે તેમાં કોઇ શંકાને સ્થાન નહિ હોવાનું જણાવેલ આમ બન્ને પક્ષો ના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.