લોકશાહી દેશ બન્યા બાદ અમેરિકામાં પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ સત્તામાં..!!

અઢીસો વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાના હાથમાં અમેરિકાની સત્તા: જો બીડેન કોલોનોસ્કોપી માટે હોસ્પિટલે જતા ભારતીય મૂળના કમલા હેરિસ 85 મિનિટ સુધી યુએસએના રાષ્ટ્રપતિ બન્યા

અબતક, રાજકોટઃ

વિશ્વના પ્રથમ લોકશાહી દેશ ગણાતા એવા અમેરિકામાં ઈતિહાસ રચાયો છે. અને આ ઈતિહાસ મૂળ ભારતીયે જ રચ્યો છે. લોકશાહી દેશ બન્યા બાદ અમેરિકાની સંપૂર્ણ સતા પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપતિના હાથમાં આવી છે. જી, હા 250 વર્ષના ઈતિહાસમાં એવું પહેલી વાર બન્યું છે કે રાષ્ટ્રપતિની સત્તા કોઈ મહિલાને મળી હોય..!! ભારતીય મૂળના અને હાલ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે ફરજ બજાવી રહેલા હેરિસને આ સત્તા મળી છે. જો કે તે કામચલાઉ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડેનની તબિયત લથડતા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસને કમાન સોંપાઈ છે.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ જો બિડેને ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અસ્થાયી રૂપે સત્તા સ્થાનાંતરિત કરી હતી. જ્યારે તેઓ એક કલાક અને 25 મિનિટ સુધી નિયમિત તપાસ માટે એનેસ્થેસિયા માટે ગયા હતા. આમ 85 મિનિટ સુધી કમલા હેરિસ રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ જો બિડેન વાર્ષિક કોલોનોસ્કોપી માટે શુક્રવારે મોડી રાત્રે એનેસ્થેસિયા પર હતા. જો બીડેનને આંતરડાનું કેન્સર હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. વોલ્ટર રીડ હોસ્પિટલ મેડિકલ સેન્ટર ખાતે ગયા હતા. તેઓ દર વર્ષે ચેકઅપ અને સારવાર કરાવે છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ સારવાર છે. કોલોનોસ્કોપી દરમિયાન રાષ્ટ્રપતિની સત્તા હેરિસ પાસે રહી. જણાવી દઈએ કે જો બીડેન અમેરિકન ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. જો બિડેનનો આજે 79મો જન્મદિવસ છે. તે તેના જન્મદિવસના આગલા દિવસે શુક્રવારે સવારે વોશિંગ્ટનની બહાર વોલ્ટર રીડ હોસ્પિટલ ગયા છે.