Abtak Media Google News

જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત વિરૂદ્ધ ઝેર લખનાર કમલા હેરિસ ઇમપીચમેન્ટના નામે ટ્રમ્પને ભીડવવા તૈયાર: ઉપપ્રમુખ બન્યા બાદ હરીફોની ખો કાઢી નાખશે: બીડન કઠપૂતળી બની જશે?

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો થયા બાદ કમલા હેરિસ હરીફોની ખો કાઢવા તૈયાર છે. કમલા હેરિસ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપવા મોદી સરકારે લીધેલા પગલાંની ટીકા થઈ હતી. માનવ અધિકારના નામે કમલા હેરીસની નીતિ ભારત વિરોધી હોવાનું તેના અનેક નિવેદન ઉપરથી ફલિત થયું છે. આવા સંજોગોમાં કમલા હવે ઇમપિચમેન્ટના નામે ટ્રમ્પ સામે કાર્યવાહી કરવા જઈ રહ્યાં છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનેલા જો  બાઈડેને ઓગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસની પસંદગી કરી હતી. જોકે, બાઇડીન કમલા હેરિસની કઠપૂતળી સાબિત થાય તેવી દહેશત નિષ્ણાંત વ્યક્ત કરી ચુક્યા છે.

કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલન તામિલનાડુના છે. તેના પિતા જમૈંકન છે. જોકે, ગુલામીપ્રથા અંગે તેમના પિતાનું વલણ ખૂબ કુણું હતું. કમલા હેરિસ પાસે જગતજમાદારનું સુકાન હશે તો સમગ્ર વિશ્વમાં અફરાતફરીનો માહોલ ફેલાશે તેવી ભીતિ અવારનવાર વ્યકત કરવામાં આવી છે. કમલા ભલે મૂળ ભારતીય હોય પરંતુ તેનું ભારત તરફનું વલણ કહું શંકાસ્પદ છે. તેમની રાજનીતિ માટેના મુદ્દા ભારતમાં હિતમાં રહેશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ઇમપિચમેન્ટ દાખલ કરવું અને તેના પર અમલવારી કરાવવાની સત્તા ત્યાંના ઉપરાષ્ટ્રપતિ પાસે હોય છે કમલા હેરિસ પાસે ઉપરાષ્ટ્રપતિ પદ હોવાથી તેઓ કંપનો ઘડો-લાડવો કાઢી શકે તેવી સ્થિતિ છે આ બાબતે તેમણે ટ્વિટ દ્વારા સંકેતો પણ આપી દીધા છે અમેરિકામાં ત્રણ સામે કાર્યવાહી થશે.

આગામી તારીખ ૨૦ના રોજ આ મામલો સેનેટમાં પહોંચશે. આ માટે રિપબ્લિકન નેતા મીટચ મેકકોનેલ દ્વારા રસ્તો સાફ કરવામાં આવ્યો છે. તેમના હાથમાં જ ટ્રમ્પનું ભવિષ્ય છે.

ટોપ સામે ઇમપિચમેન્ટ માટે ૫૦ પૈકીના ૧૭ રિપબ્લિકન નેતા ૫૦ ડેમોક્રેટ સાથે કદમ મિલાવે તે હેતુથી તખ્તો તૈયાર કરી દેવાયો છે. આ માટે પણ કમલા હેરિસ દ્વારા તખ્તો ઘડી કઢાયો છે. વર્ષ ૨૦૨૨માં ૫૦ રિપબ્લિકન સેનેટર માટે ફરીથી ચૂંટણી થશે. જોકે આ માટે પક્ષની અંદર જ થતી ચૂંટણીમાં ટોપ તેમને હરાવશે તેવો ભય હતો, આ બાબત આગળ ધરીને ટ્રમ્પને મેળવવાનો પ્રયત્ન થશે તેવી શક્યતા છે. એકંદરે એમ કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારના નામે ભારત સરકારની ટીકા કરનાર કમલા હેરિસ હવે ટ્રમ્પ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જોખમી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.