Abtak Media Google News

ગંગામાં સ્નાન કરવાથી પૂણ્ય મળે છે જયારે નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પુણ્ય મળે છે: મોહનભાઈ કુંડારીયા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનાના માધ્યમથી નર્મદાના નીર સૌરાષ્ટ્રના ગામે-ગામ પહોંચાડવાનો પ્રારંભ કરાવ્યો છે અને આ યોજનાને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઝડપભેર આગળ વધારી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે સમગ્ર શહેરીજનોની ઉપસ્થિતિમાં અને સર્વસમાજની ઉપસ્થિતિમાં નર્મદા અવતરણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કરી રાજકોટની જનતા માટે પાણીની સમસ્યા ભુતકાળ બની છે ત્યા

રે આ વર્ષે પણ પ્રમાણમાં ઓછો વરસાદ હોવાથી આવનારા સમયમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આજે ફરી આજીડેમ ખાતે નર્મદાના નીર આવી પહોંચશે ત્યારે આ નર્મદા અવતરણને વધાવતા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ઉપાણીએ શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા પંડિત દિનદયાલ ઉપાધ્યાય અને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના મંત્ર અનુસાર છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા મળે તે માટે કાર્યરત છે ત્યારે ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને રોડ-રસ્તા-લાઈટ, ગટર, પાણી જેવી સુવિધાઓ પુરતા પ્રમાણમાં આપી રહી છે ત્યારે આજીડેમમાં આ નર્મદા નીરના અવતરણથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાજકોટના હૃદય સમાન આજીડેમ ખાતે સહેલાણીઓ માટે પણ વધુ એક નજરાણું જોવા મળશે.

આ તકે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પુરતા પ્રમાણમાં પુરી પાડવામાં આવી રહી છે ત્યારે સૌની યોજના ઝડપભેર પૂર્ણ થાય અને સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોમાં નર્મદાના નીર વહેતા થાય તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત પ્રયત્નશીલ રહેલ છે ત્યારે આજે સાંજે રાજકોટ આજીડેમ ખાતે નર્મદાના નીર આવી રહ્યા છે ત્યારે રાજકોટની જનતા માટે પીવાના પાણીનો પ્રશ્ર્ન કાયમી ભુતકાળ બનશે.

આ તકે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાએ રાજયના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા સરકારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૨માં રાજકોટ ખાતે સૌની યોજનાનું લોન્ચીંગ કર્યું હતુ અને આ અકલ્પનીય યોજના આજે સાકાર થઈ રહી છે ત્યારે જે રીતે ગંગાજીને ધરતી પર લાવવા ભગીરથ રાજાએ પોતાની તપસ્યાથી ઉતારી હતી તેવી જ રીતે નર્મદાના નીર સૌરાષ્ટ્રમાં લાવવા માટે આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખરાઅર્થમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે ગંગામાં સ્નાન કરવાથી પૂણ્ય મળે છે જયારે નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પૂણ્ય મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.