Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, શારદીય નવરાત્રીની પ્રતિપદાથી નવમી સુધી થાય છે અને ભાવિકો માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાળી બની રહેવાની કામના કરે એ વિજયાદશમી. આજના શુભ દિનને સમગ્ર દેશવાસી પુરા ઉત્સાહ અને ખુશીથી ઉજવે છે.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. જેને અનુલક્ષીને દેશભરમાં દશેરા એટલે કે વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આજના દિવસે ઠેર-ઠેર રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળા દહનનો કાર્યક્રમ યોજાય છે ત્યારે વિજયા દશમીનું મહાત્મય એ જ છે કે માનવી તેની અંદર રહેલા અહંકાર, આળસ લોભ, લાલચ, જેવા દુર્ગુણોને નાશ કરે અને તેની ઉપર વિજય મેળવે છે.

આમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે, રાજકોટ શહેર ભાજપ વતી શહેરીજનોને વિજયાદશમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.