- એફઆઇઆર નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરતા વિષ્ણુ નામના વ્યક્તિએ ધમકી આપી હોવાનું પ્રાથમિક તારણોમાં સામે આવ્યું
જ્યારે લોકો હજી સૈફ અલી ખાન પર થયેલ હુમલા ની ઘટનાને પચાવી નથી શક્યા ત્યાં તો વધુ ત્રણ સેલિબ્રિટી ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. આ પહેલીવાર નથી કે જ્યારે બોલિવૂડ સેલિબ્રિટીને ઇન્ડસ્ટ્રીમાં ધમકી મળી હોય. છેલ્લું વર્ષ ધમકીઓથી ભરેલું હતું. સલમાન ખાન, એપી ધિલ્લોન અને શાહરૂખ ખાન જેવી સેલિબ્રિટીઓને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેવામાં વધુ 3 સેલેબ્સ કોમેડિયન કપિલ શર્મા, અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રા સહિત 4 સેલેબ્સને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીના ઈમેલ મળ્યા છે. જે પરથી એવું ધ્યાન પર આવ્યું છે કે કપિલ શર્માને એક ધમકીભર્યો સંદેશ મળ્યો છે જેમાં ચેતવણી આપવામાં આવી છે કે અભિનેતા, તેના પરિવાર, સાથીઓ, સંબંધીઓ અને પડોશીઓને પણ ‘મારી નાખવામાં આવશે’.
કપિલ શર્મા અને અન્ય સેલિબ્રિટીઓને ‘વિષ્ણુ’ નામના વ્યક્તિ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, જેમણે ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હતા, જો માંગણીઓ ઝડપથી પૂરી ન થાય તો ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. મુંબઈ પોલીસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે,
અગાઉ, અન્ય સેલિબ્રિટીઝ – રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાને પણ આવો જ મેસેજ મળ્યો હતો.
અહેવાલ મુજબ, કપિલ શર્મા અને રાજપાલ યાદવની ફરિયાદો બાદ મુંબઈ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે સુગંગા મિશ્રાના કેસમાં નોન કોગ્નીઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, ધમકીભર્યા સંદેશ પર આવતા, અહેવાલો જણાવે છે કે તે ‘વિષ્ણુ’ નામના કોઈ વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલવામાં આવ્યો હતો. પ્રેષકે દાવો કર્યો છે કે તે આ સેલિબ્રિટીઓની ક્રિયાઓ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યો છે.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યા સંદેશાઓમાં તેમના પરિવાર અને નજીકના સહયોગીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. રાજપાલ યાદવે આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાએ પણ આ જ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. અંબોલી પોલીસે રાજપાલ યાદવની પત્નીની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બીએનએસની કલમ 351 (3) હેઠળ એફઆઇઆર નોંધી છે.
ત્યારે એફઆઇઆર નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરતા પ્રાથમિક તારણોમાં ખુલાસો થયો છે કે ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનથી આવ્યા હતા. ઈમેલ એડ્રેસ [email protected] દ્વારા સેલેબ્સને ધમકીભર્યા મેઈલ મોકલવામાં આવ્યા હતા. મેલ મોકલનારએ પોતાની ઓળખ “વિષ્ણુ” તરીકે આપી હતી. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે સેલિબ્રિટીઓની તાજેતરની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.