Abtak Media Google News

અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે યોજાશે: આયોજકોએ ‘અબતક’ની લીધી મુલાકાત

નીતા ફેન કલબ રાજકોટ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સહયોગથી ‘જાને કહા ગએ વો દીન’ કરાઓકે ટ્રેક શો સંગીત સંધ્યાનું આયોજન અરવિંદભાઈ મણીયાર હોલ, રાજકોટમાં આવતી કાલે તા.18/03/2023 શનિવારના રોજ બપોરના 3-00 થી 7-00 કલાકે યોજાશે.

રંગીલા રાજકોટ શહેરની સંગીતમય જનતા માટે 50ના દશકાથી મીલેનિયમ સુધીના અવનવા ગીતો રાજકોટના ખુબ જ સારા ગાયકો દ્વારા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘જાને કહા ગયે વો દિન’ ટાઈટલ સોંગ, આને સે ઉસકે આયે બહાર, જૈસી કરની વૈસી ભરની, સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હૈ, મદીને વાલો કે મેરા સલામ કહેના, યાદ આ રહા હૈ તેરા પ્યાર, રેશ્મી ઝુલ્ફે, તુમ અગર સાથ દેને કા વાદા કરો, જીયા ઓ જીયા કુછ બોલ દો, તુ ઈસ તરહ સે મેરી જીંદગી મેં સામીલ, સુહાની રાત ઢલ ચુકી જેવા જુજ સ્ટેજ 52 ગવાતા નવા-જુના ગીતો ગાયકો દ્વારા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય ગાયક નીતાસેન રાઠોડ, અજય રાઠોડ, કિશોરસિંહ જેઠવા, કમલેશ ભારદીયા, મગનભાઈ ગાલોરીયા, સુશીલભાઈ રાવલ, સલીમ જેડા, અમીત શાહ, અલ્પેશ સોની, સંજય લોઢીયા, મહમદ ઈલ્યાસ, નયન લાખાણી, દિલીપ સાદરાણી, સલીમ ચાનીયા દ્વારા ગીતો રજુ કરવામાં આવનાર છે.

કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ગુણુભાઈ ડેલાવાળા (સરગમ કલબ), જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ), પાર્થરાજસિંહ ગોહીલ (ડી.સી.પી. ક્રાઈમ બ્રાંચ), લલીતભાઈ ત્રિવેદી (સંગીત તજજ્ઞ), જયમીન ઠાકર વગેરેએ હાજર રહેશે.

ત્યારે ‘અબતક’ મિડિયા હાઉસની નીતાસેન રાઠોડ, અજયભાઇ રાઠોડ, કિશોરસિંહ જેઠવા, સલીમભાઇ ઝેડા, સલીમભાઇ ચાનિયા, અમિતભાઇ શાહ, નયનભાઇ લાખાણીએ મુલાકાત લઇ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.