કર્મણે વાધિકારસ્તે,મા ફલેશુ કદાચન્

બધા કેન્દ્રો, ઉપનિષદો દોહન કરીને જે અમૃત નિકળે તે ‘ગીતા’

જ્ઞાન,ધર્મ, ભકિત, અભિવ્યકિત, અમત્વ આ પાંચ યોગ ‘ગીતા’ને સમજવા ઉપયોગી

કુરૂક્ષેત્રનાં મેદાનમાં શ્રીકૃષ્ણે અર્જૂનને ‘ગીતા’ સંભળાવી

હિન્દુ ધર્મમાં ‘ગીતા’નું સ્થાન અદ્વિતિય રહ્યું છે. બધા કેન્દ્રો, ઉપનિષદો દોહન કરીને જે અમૃત નિકળે તે ‘ગીતા’, ગીતાએ હિન્દુઓ ઉપરાંત અન્ય ધર્મોને પણ આકષ્યા છે. અને વિદેશમાં પણ આદર મળ્યો છે. કૂરૂ ક્ષેત્રનાં મેદાનમાં કૌરવો-પાંડવો વચ્ચે યુધ્ધના બ્યુગલો વાગી રહ્યા છે. યુધ્ધ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કૌરવોનાં પક્ષે શ્રી કૃષ્ણની ૧૮ અક્ષોહિણી સેના ગોઠવાઈ ગઈ છે. અર્જુનના સારથી બનેલા શ્રી કૃષ્ણ ચારે તરફ દ્રષ્ટી કરતા કરતા રથમાં બેઠેલા અર્જુનને વિષાદ થતો જોઈ શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન કેમ દુ:ખી છો? ત્યારે અર્જુને કહ્યું કે, હે વાસુદેવ સામે પક્ષે બધા મારા છે હું એને મારી ન શકું ત્યારે શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાનનો બોધ આપતા કહ્યું કે, હે અર્જુન મારવા-જીવાડવાની વાત મુકીદે, તું માત્ર તારૂ કર્મ કર, તારે માત્ર કર્મ કરવાનું છે. ફળની ઈચ્છા તારે રાખવાની નથી.

‘કર્મણેવાધિકારસ્તે, મા ફલેશુ કદાચન્’

હે અર્જુન તું કર્મ ન કરવાની આશકિત પણ ન રાખ…આ કેવું ? કામ કરવું અને એનું ફળ મળે તેની ઈચ્છા ન રાખવી? પણ વંચાય છે. એને બસ એમ જ વાંચી જઈ અર્થ તારવવાથી એના મર્મ સુધી જઈ શકાશે નહીં. ‘ગીતા’ અને આપણા અન્ય ગ્રંથોમાં ઘણુબધુ અપરોક્ષ રીતે કહેવાયું છે માટે જ તે માર્મિક, વધુ અને અર્થસભર અને સચોટ બની રહે છે.

‘યથા ધેનુસહસ્ત્રેશુ, વત્સો વિન્દતિ માતરમ્’

શ્ર્લોકનું માત્ર એક ચરણ મૂકી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમ હજારો ગાયોમાંથી વાછરડુ પોતાની માને શોધી લે છે, કરેલુ કર્મ ફળ આપવાનું જ છે. તો પછી એના બદલાની ઈચ્છા શા માટે કરવી? એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ‘મા ફલેષુ કદાચન્’ આ શરીરથી કર્મ કરતા રહેવું અને અનાશકત ભાવે કર્મ થતુ રહે એજ મહત્વનું છે. એટલે જ શ્રી કૃષ્ણએ અર્જૂનને કહ્યું છે કે હે ધનંજય આશકિતત્યજી, બુધ્ધિની સમતા રાખી યોગમાં સ્થીર કર્મ કર આજ સમત્વભાવ છે. અને સમત્વભાવ જ યોગ છે.

‘ગીતા’માં યોગ શબ્દ એવો છે એને જુદાજુદા ભાષ્યકારો, વિચારકો ‘ગીતા’ને જુદા જુદા પ્રકારનો યોગ ગણે છે. શંકરાચાર્ય અને સંત જ્ઞાનેશ્ર્વર મહારાજ ‘ગીતા’ને જ્ઞાનયોગ, લોક માન્યતિલક ‘ગીતા’ને કર્મયોગ, ભકતોને ભકિત યોગ, ગાંધીજી ‘ગીતા’ને અનાસહિત યોગ, વિનોબાજી ગીતાને સમન્ય યોગ કહે જ્ઞાન, કર્મ, ભકિત, અભિવ્યકિત, અમત્વ આમ પાંચ યોગ કઈ રીતે સાચા છે. અને ‘ગીતા’ને સમજવા માટે ઉપયોગી થાય છે.

ગીતા ઉપદેશ

જગતની શોધના વિચારોમાં આખુ જીવન વ્યતીત થાય કે જન્મ ઉપર જન્મ ચાલ્યા જાય તો પણ પ્રકૃતિનો આદિ કે અંત જડવાના નથી અને તેનો નિર્ણય પણ કોઈ કરી શકયા નથી. સંસારમાં રહીને એટલે કે પ્રકૃતિથી બંધાયેલો રહીને તેને કોઈ પણ જાણી શકયું નથી ફકત તર્ક અને કલ્પનાઓ કરી કરીને પુસ્તકો ભરવામાં આવ્યા છે. કેમકે પ્રકૃતિની આશકિત છોડયા સિવાય પ્રકૃતિનો કે આત્માતત્વનો પતો લાગતો નથી એટલા માટે ‘હું અને મારૂ’ એવા ભાવોને આશકિત રહીત થઈ ને દૂર કરવા જોઈએ. પ્રકૃતિ ઉપરના પદાર્થોની આશકિત છોડીને પ્રકૃતિના બંધનમાંથી છૂટી શકાય છે.