Abtak Media Google News

કર્ણાટકની ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થનારી પેટા ચૂંટણી માટે શનિવારે વોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીને સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની પરિક્ષા માનવામાં આવે છે. કારણકે પરિણામની અસર રાજ્યના રાજકીય વાતાવરણ પર પડવાની શક્યતા છે.

આ ચૂંટણીને એટલા માટે મહત્વની માનવામાં આવે છે કારણકે બે પક્ષ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે અને આગામી લોકસભા ચૂંટણી પહેલાં આ કોંગ્રેસ અને જેડીએસ માટે પણ પરીક્ષા માનવામાં આવે છે. પેટાચૂંટણી પછી રાષ્ટ્રીય સ્તર પર બીજેપી સાથે લડવા તમામ વિપક્ષ એકજૂથ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પેટાચૂંટણીમાં બેલ્લારી,શિમોગા અને મંડ્યાની લોકસભા સીટપર અને વિધાનસભાની રામનગર અને જામખંડી સીટ માટે મતદાન થઈ રહ્યું છે. વોટિંગ માટે અંદાજે 6,450 મદતાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. કુલ 54,54,275 મતદાતાઓ મતદાન કરશે. પાંચેય સીટ પર થઈને કુલ 31 ઉમેદવારો મેદાનમાં છે. જોકે મુખ્ય મુકાબલો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન વચ્ચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.