- બેલ્ટમાં છુપાયેલા 14 કિલો સોનાની લગડીઓ અને 800 ગ્રામ સોનાના દાગીના સાથે ઝડપાઈ અભિનેત્રી રાણ્યા રાવ
કર્ણાટક: પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી ચંદનવૂડ અભિનેત્રી રાણ્યા રાવની કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે થી સોનાની દાણચોરીના આરોપસર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
દુબઈથી આવેલી રાણ્યાને તેના શરીરમાં બાંધેલા બેલ્ટમાં છુપાયેલા 14 કિલો સોનાના લગડીઓ અને 800 ગ્રામ સોનાના દાગીના સાથે પકડવામાં આવી હતી. જે બાદ તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. ત્યારે આ અંગે તપાસકર્તાઓને શંકા છે કે તે સોનાની દાણચોરીના રેકેટનો ભાગ છે જે છેલ્લા કેટલાક મહિનાઓથી બેંગલુરુ એરપોર્ટ દ્વારા સક્રિય રીતે કાર્યરત છે.
32 વર્ષીય અભિનેત્રીએ સુદીપ અભિનીત માનિક્ય અને ગણેશ અભિનીત પટકી, તેમજ વિક્રમ પ્રભુ અભિનીત તમિલ ફિલ્મ વાઘા સહિત કેટલીક કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. સૂત્રો અનુસાર, રાણ્યા તેની વારંવારની વિદેશ યાત્રાઓને કારણે તે ડીઆરઆઈના રડાર હેઠળ આવી હતી. આ સાથે એક અહેવાલ મુજબ તે વર્ષની શરૂઆતથી 10 થી વધુ યાત્રાઓ કરી રહી છે. “અધિકારીઓને શંકા ગઈ અને તેમણે ગલ્ફની તેની ઘણી ટૂંકી યાત્રાઓ પર નજર રાખવાનું શરૂ કર્યું,” તેમ કેઆઈએમાં તૈનાત એક અધિકારીએ જણાવ્યું હતું.