‘કલાગુરુ’ના સુપુત્રી કર્તવી ભટ્ટે ‘ડોક્ટર ઓફ ડાન્સ’ની પદવી મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું

ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડૉ.નિખિલ ભટ્ટ(PhD, BEd) તેમજ કથ્થક નૃત્યમાં ગોલ્ડ મેડલ મેળવનાર (M.A, BEd) દિવ્યા ભટ્ટની પુત્રીએ નૃત્યમાં પ્રવિણની પદવી મેળવી ગૌરવ વધાર્યું છે.

31 વર્ષથી કાર્યરત એવી રાજકોટની ” સ્પંદન સંસ્થા” માંથી લખનઉ ઘરના સાથે શિક્ષા પ્રાપ્ત કરી ડૉ. કર્તવી ભટ્ટએ “રસ – ભાવ” વિષય પર મહાનિબંધ (Thesis) તેમજ ઉત્તમ રસ-ભાવ પ્રસ્તુતિ કલાગુરુ ડૉ.નિખિલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રજૂ કર્યો હતો જેથી અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ – વેરાવળ આર્ટ યુનિવર્સિટીએ આ મહાનિબંધને માન્ય રાખ્યો છે અને નૃત્ય પ્રવિણ ” ડૉક્ટર ઓફ ડાંસ(Phd ) ની પદવી પ્રદાન કરી છે.

ડૉ. કર્તવી એ માત્ર 4 વર્ષ ની ઉંમર થી જ નૃત્યજગતમાં ઝંપલાવ્યું હતું. તેમજ 7 વર્ષ ની ઉમરથી જ મંચ પ્રદર્શન શરૂ કરી દીધેલ. કથ્થક નૃત્યની સાથે નાટય અને લોકનૃત્ય ક્ષેત્રે પણ અનેક મંચ પ્રદર્શન આપેલ છે. માતા – પિતા બંને કલા ના ક્ષેત્રે પારંગત હોવાથી નાનપણથી જ કલાના સન્માન માટેનું યોગ્ય વાતાવરણ તેમજ તાલિમ મળેલા હતા. નૃત્ય સાધના પ્રત્યેની રસવૃત્તી કાયમ રાખવા હાલ પણ ડૉ. કર્તવી એ પોતાનો નૃત્ય રિયાઝ ચાલુ રાખેલ છે તેમજ રાજકોટ ની સ્પંદન સંસ્થામાં તાલિમ પણ આપી રહ્યાં છે.

ડો. કર્તવી મનોવૈજ્ઞાનિકના અભ્યાસ સાથે જોડાયેલા હોવાથી તેઓએ રસ-ભાવના વિષયનેખૂબ જ સારી રીતે સમજીને તેના પર અભ્યાસ કર્યો છે. માત્ર 21 વર્ષ ની ઉંમરે નૃત્યમાં પ્રવિનની પદવી મેળવી સમાજમાં પરિવારનું ગૌરવ વધારેલુ છે.