Abtak Media Google News

ગુરુવારે કરવા ચોથના દિવસે સાંજે ચંદ્ર દર્શન સમયે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં છે અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં છે આથી આ વર્ષે કરવા ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી રહેશે તા . ૧૩.૧૦.૨૨ ને ગુરુવારે આસો વદ -૪ ના દિવસે કરવા ચોથ છે આ દિવશે રોહિણી નક્ષત્ર પણ ઉત્તમ છે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ માં છે . આથી આ વર્ષે કરવા ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી રહેશે આ વ્રત પરણેલી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે કરે છે.

Karwa Chauth 2022 13 Or 14 Which Day Is Karwa Chauth Festival Know The Exact Date | Karwa Chauth: જાણો કયારે ઉજવવામાં આવશે આ તહેવાર, પૂજન વિધિ અને મૂહુર્ત

આ વ્રતમાં આખો દિવસ નકકડો ઉપવાસ કરવાનો હોય છે . આ દિવસે સાંજે ગણેશજી , મહાદેવ , પાર્વતીજી તથા કાર્તિકેય નું પૂજન કરવું સાથે ચંદ્ર નું પણ પૂજન કરવું . એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર થાળી રાખીને મૂર્તિ રાખવી . બધી મૂર્તિ ન હોય તો તેના બદલે સોપારી ને નાડાછડી વીટીં ને રાખવી , ત્યારબાદ હાથમાં ચોખા , લઇ , ગણેશ મહાદેવજી માતા પાર્વતી કાર્તિકેય તથા ચંદ્ર નુ સ્મરણ કરીને નામ લઇ અને બધા જ ભગવાનની સોપારી ઉપર ચોખા ચડાવવા’ ત્યારબાદ જળ અને પંચામૃત ચડાવી.

આજે કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે ઉગશે ચાંદ - Gstv

સોપારી ઉપર જળનો અભિષેક કરી વસ્ત્રો થી સ્વચ્છ કરી , બાજોઠ પર વસ્ત્ર રાખી તેના પર પધરાવી અને વસ્ત્રી અબીલ , ગુલાલ , ચંદન , ચોખા કરી નૈવેદ્યમાં લાડુ ધરવા ત્યારબાદ આરતી કરવી , ક્ષમાયાચના માંગવી . અને બધા ભગવાનની સોપારીઓ પર ફુલ પધરાવવા , આ પૂજન બ્રાહ્મણ દ્વારા પણ મંત્રચાર સાથે કરાવી શકાય સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી અને ત્યારપછી ચંદ્ર ઉગે એટલે એક ચારણી લેવી તેમાં દિવો પ્રગટાવી અને ચંદ્રના દર્શન કરી અર્ધ્ય અર્પણ કરવું અને ત્યારબાદ ચારણીમાંથી પતિદેવનું મોઢું જોવું અને પતિદેવના હાથે જળ પીવું અને પતિદેવને ભોજન આપી પછી પોતે ભોજન કરવું સાસુ માતાજીને પગે લાગી એક લોટો અને તેમને નવા વસ્ત્ર ભેટમાં આપવા બ્રાહ્મણને દાન દક્ષિણા આપી સાસુ તથા પતિદેવના આશિર્વાદ લેવા. આ પ્રમાણે ૧૨ વર્ષ અથવા ૧૬ વર્ષ સુધી આ વ્રત રહેવું આજીવન પણ રહી શકાય વ્રતના ઉદ્યાપનમાં ૧૩ સુહાગી બહેનોને ભોજન કરાવવું . સાંજે પૂજાનો સમય સાંજે ૬.૨૨ થી ૮.૩૧ નો છે . ચંદ્ર ઉદયનો સમય રાત્રે ૮.૫૦ નો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.