Abtak Media Google News

આગામી લોકસભાની ચૂંટણીમાં બધા વિપક્ષોએ એક થઈ કેન્દ્રની સતા મેળવવા હાથ મિલાવ્યા

વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની શોક સભા બાદ પહેલીવાર ભાજપે દ્રમુક સમારોહમાં ભાગ લીધો હતો. આમ છતા ચેન્નાઈમાં તમિલ પાર્ટીના અમે કરૂણાનિધિના નિધનબાદ શ્રધ્ધાંજલી સભા તેમજ સ્મારક બેઠકનું સર્વ પક્ષો દ્વારા આયોજન કરાયું હતુ જો કે ક્ષેત્રીવદળોને એક સાથે કરવાનાં પ્રયાસો સાથે ભાજપને હાસીયામાં મૂકી દેવામાં આવી.

આ શ્રધ્ધાંજલી સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અમીત શાહની જગ્યાએ પહોચી ગયા હતા તેમણે કહ્યું કે દ્રમુક અને પૂર્વ જનસંઘ કોંગ્રેસના પ્રભુત્વને પડકારે છે પહેલા તે પક્ષો હતા ૧૯૭૫માં કટોકટી સમયે તેનો વિરોધ કરતા હતા ભાજપ સિવાયના નેતાઓએ મોટી સરકારને પણ અવિકસીત કટોકટી લાગુ કરવા બદલ નિંદા કરી.

કરૂણાનિધિના પુત્ર એમકે સ્ટાર્લીંને બેઠકને સંબોધીત કરી ન હતી પરંતુ બે દિવસ અગાઉ પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે એમ કહ્યુંંકે ભાજપ દેશને પોતાના રંગમાં રંગવાની કોશિષ કરી રહ્યું છે.

તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બધા વિપક્ષોએ ભેગા મળીને દિલ્હીની સત્તા હાંસલ કરવી જોઈએ તો બીજી તરફ ભારતીય કમ્યુનિષ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચ્ચુરીએ કહ્યું કો દેશ રાજયોમાં ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટીની પરિસ્થિતિ કરતા પણ બદતર હાલતમાં છે.

કરૂણાનિધિ સાથ પોતાના સહયોગને યાદ કરતા કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જો કટોકટીની પરિસ્થિતિ ખરાબ હતી તો અત્યારની સ્થિતિતો સાવ કફોડી છે. કરૂણાનિધિએ ‘ભગવાકરણ’ સામે દ્દઢતાથી સામનો કર્યો હતો અને હવે સ્ટાર્લીંન પણ તેના પિતાની રાહે જ ચાલશે તેવો મને વિશ્વાસ છેબેઠકમાં જનતાદળનાં ધર્મનિરપેક્ષ નેતા દેવગોડા, રાષ્ટ્રીય સંમેલન નેતા ફા‚ક અબ્દુલ્લા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં પ્રફુલ પટેલ અને સામાજીક કાર્યકતા સ્વામી અગ્નિવેશે પણ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.