Abtak Media Google News

રેલવેની નોકરી છોડી ફિલ્મી ગીતકાર બનેલા ગુલશન બાવરા પોતાના  ગીતો અગાઉથી જ લખી રાખતા હતા:  ઉપકાર ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો: 300થી વધુ ગીતો  લખનાર આ ગીતકારની ઝંઝીર ફિલ્મની  કવ્વાલી આજે પણ યુવા વર્ગની  ફેવરીટ છે

સંગીતકાર  આર.ડી. બર્મન અને કલ્યાણજી-આણંદજી માટે સૌથી વધુ ગીતો લખ્યા હતા:  તેમના ગીતોમાં પ્રેમ, દેશભકિત, ખુશી,  વિશ્ર્વાસ,  જીવન, મિલન,મિત્રતા, દુ:ખ-ગમ અને કુદરતના  નજારાની સુંદર  શબ્દોની  વાત આવતી હતી

12 એપ્રીલ 1937ના રોજ પંજાબના શેખપૂરામાં જન્મેલ   ગુલશનકુમાર મહેતા  ફિલ્મોમાં   ગીતો લખવાનું શરૂ કર્યું હતુ. ગુલશન બાવરાના નામથી સતત ચાર દાયકા સુધી બોલીવુડ  ફિલ્મ જગત માટે જોડાઈને 300 જેટલા ગીતો લખ્યા હતા.   મુખ્યત્સવે   તેમણે સંગીતકાર  આર.ડી.બર્મન અને કલ્યાણજી આણંદજી માટે લખ્યા હતા. તેમણે 1999માં આવેલી ‘જુલમી’ ફિલ્મ માટે ‘લેપપ્યિયા ઝપ્પિયા’ જેવું   એકમાત્ર  અશિષ્ટ લેબલ લાગેલ ગીત લખ્યું કલ્યાણજી વિરજી શાહના સંગીતમાં 1959માં આવેલી ફિલ્મ ‘ચંદ્રસેના’માં ગુલશન બાવરાએ ‘મે કયા જાનૂ કહાં લાગે યે સાવન’ પ્રથમ ગીત  લખ્યું જે લત્તાજી એ ગાયું હતુ. આજ વર્ષે ફિલ્મ ‘સટાબઝાર’માં ગુલશન બાવરાએ  ‘તુમ્હે યાદ હોગા કભી હમ મીલે થે’  જેવા ત્રણ ુંદર હીટ ગીતો લખ્યા  7 ઓગષ્ટ  2009ના રોજ  72 વર્ષે આ ગીતકારનું નિધન થયું હતુ.

ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે પાકિસ્તાનમાં  ફાટી નીકળેલાા તોફાન સમયે માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના ઘરનાં આંગણામાંજ  પોતાના પિતા સહિત ઘણા પરિવારના સદસ્યોને પોતાની નજર સામે જ રહેસાતા જોયા જોકે ઘણી મુશ્કેલ ભર્યા આવા જીવનની વાત પોતાના ગીતોમાં કયારેય ના  લાવ્યા ભાગલા સમયે તમામ સંપત્તિ છોડીને ભારત આવલેા ગુલશન બાવરાએ  જયપૂરમાં પોતાના બેનને ત્યાં આશરો   લીધો હતો. મોટાભાઈને દિલ્હીમાં નોકરી  મળતા  ગુલશન બાવરાએ  દિલ્હી યુનિવર્સિટીથી સ્નાતકની પદવી મેળવી હતી.  કોલેજ   જીવનથી કવિતા લખવાના ભારે શોખીન  ગુલશન બાવરાને 1955માં રેલવેમાં  કલાર્કની નોકરી મળીને મુંબઈ રહેવા આવી ગયા.

ગુલશન બાવરાના જીવનનો આ ટર્નીંગ પોઈન્ટ  હતો. નોકરી કરતા કરતાં તે સંગીતકારોને મળતા જેમાં સંગીતકાર  કલ્યાણજી વિરજી શાહે   1959માં  ફિલ્મ ચંદ્રસેના માટે એકગીત  લખાવ્યું  જે સદંતર  ફેઈલ ગયું. બોલીવુડના આ એક જ ગીતકાર હતા જે પોતાના ગીતો અગાઉથી  લખી રાખતાને ફિલ્મની    સ્ટોરી વાંચીને  જે ગીત ફિટ બેસે   તે ગીતો સંગીતકાર  નેઆપીદેતા  તેઓ એક સાથે બેજ ફિલ્મોનું કામ લેતા હોવાથી મર્યાદિત ફિલ્મોમાં  ગીતો લખ્યા હતા તેમના લખેલા ગીતોના શબ્દોમાં કોઈને ફેરફાર કરવા દેતા નહી જે એમની આદત હતી. ગુલશન બાવરાના લગભગ બધા ગીતો  લોકોને  આખા મોઢે આવડતા તેવા સુંદર શબ્દો હતા.

તેમની  શ્રેષ્ઠ ફિલ્મોમાં ઉપકાર ઝંઝીર, કસ્મેવાદે વિશ્ર્વાસ,  પરિવાર,  પવિત્ર પાપી, પૂર્ણિમા, સતેપે સત્તા, અગર તુમ ના હોતે,  જાને અન્નજાને, જંગલમે મંગલ, સટ્ટાબજાર, અને યે વાદા રહા જેવીનો સમાવેશ થાય છે.જેમાં  ઉપકાર અને ઝંજીર ફિલ્મના ગીતો માટે તેમને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. તેઓ ગીતકારની સાથે અભિનેતા પણ  હતા ઘણી ફિલ્મોમાં   તેમણે અભિનય પણ કર્યો હતો.   ઝંઝીર ફિલ્મમાં  ‘દિવાને હે દિવાનો કો ’ જેવું સુંદર   ગીત તેમના ઉપર ફિલ્માંકન  થયેલું હતુ.

તેમના ગીતો 1973માં બિનાકાગીતમાલામાં વાર્ષિક સુચિમાં પ્રથમ સ્થાને હતા. તેમના ગીતોને લતા હેમંતકુમાર, રફી, કિશોરકુમાર, મન્નાડે, મહેન્દ્રકપૂર, મુકેશ જેવા હીટગાયક કલાકારોએ   ગાયા હતા તેમની છેલ્લી હીટ ફિલ્મ હકિકત (1995) હતી.તેમના  પત્નીનું નામ  અંજુ મહેતા હતુ તેઓ નિસંતાન હતા. મસ્ત ફકીર જેવા આ ગીતકારના મૃત્યુ બાદ તેમની  ઈચ્છા પ્રમાણે ચક્ષુદાન અને પાર્થિક શરીરનું દાન મુંબઈની જે.જે. હોસ્પિટલમાં દેહદાન કર્યું હતુ.

બોલીવુડ જગતના ગીતકારોમાં તે ‘ડોન બ્રેડમેન’ હતા, કારણ કે  1960 અને  1970નાં દશકા શ્રેષ્ઠતમ ગીતો તેમણે લખ્યા હતા. તે એક સારા કોમેડિયન અને મિમિક્રી આર્ટિસ્ટ હતા. તેઓ જયાં જતા ત્યાં ખુશીનો માહોલ છવાઈ જતો હતો. તેઓ જીવનમાં એક લાઈન  ‘ઈસ ગુલશન કો ઉજડે હુએ  જમાના બીત ગયા’ વારંવાર બોલતા હતા આજે ગુલશન ઉજડી ગયો છે.પણ  ભારતીય ફિલ્મ જગતને ફૂલોને  બદલે આપેલા અમૂલ્ય ગીતોની રચના ઓ  સદૈવ યાદ રહેશે. તેમના ગીતના શબ્દો   આદિકાળ સુધક્ષ આફિલ્મ જગતને યાદ રહેશે.

રેલવેની સરકારી નોકરી  છોડીને ગીતકાર બનેલા ગુલશન  બાવરા રંગે બે રંગી કપડાના ભારે શોખીન હતા. તેની કલમમાંથી લગભગ દરેક અવસરનાં  ગીતો જોવા મળે છે.   નાનપણમાં માતા સાથે ભજન-કિર્તન ગાવા જવાને કારણે  તેના મનમાં  ભાવ ભર્યા ગીતો  પ્રગટ થયા હતા.   ઉપકાર ફિલ્મોના ગીતો લખ્યા  બાદ તેની કલમની બોલીવુડમાં  ભારે ચર્ચા થઈ હતી.

ગુલશન બાવરાને ગીતકાર સાહિર લુધિયાનવી મજરૂહ સુલ્તાનપુરી, આનંદબક્ષી સાથે બહુ સારા   સંબંધો હતા.   તેમના જીવનમાં ફિલ્મ સટ્ટાબજાર એક સફળ બ્રેક બની હતી. તેમના ટોપ ટેન ગીતોમાં તુમે યાદ હોગા,  મેરે દેશ કી ધરતી, યારી હે ઈમાન મેરા, કસમને વાદે નિભાયેગે વાદા કરલે સાજના, પીનેવાલો કો પીને કા બહાના, તેરી દુનિયાસે હોકે મજબૂર, હમસફર મેરે હમ સફર, ખુલ્લમ ખુૂલ્લા પ્યાર કરેગે, કસ્મે વાદે પ્યાર વફા સબ જેવા નો સમાવેશ થાય છે. તેમણષ નવા યુગના કલાકારોના  કંઠે પણ  પોતાના સુંદર શબ્દો થકી  ગીતો હીટ કર્યા જેમાં કુમારશાનુ, અલ્કા યાજ્ઞીક, અમિત કુમાર, કિશોરકુમાર, આશાભોસલે, સુરેશ વાડકર, વિગેરે   ગાયકો સાથે કામ કરેલ હતુ.

તેમના યુગલ ગીતો આજે પણ યુવા વર્ગને   રોમાંચિત  તેના શબદો દ્વારા  કરી દે છે.ગુલશનકુમાર મહેતાને તેનું નામ શાંતિભાઈ  દવે એ આપ્યું હતુ. ‘બાવરા’  કારણ કે  તે માત્ર 19 વર્ષની વયે ફિલ્મી ગીત લખવા  આવેલો તેથી તેમણે ગુલશન બાવરા નામ આપ્યું. તેમના ગીતોમાં પ્રેમ, દેશભકિત,   ખુશી,  વિશ્ર્વાસ,  જીવન, મિલન, મિત્રતા, દુ:ખ, ગમ અને  કુદરતના નજારાની સુંદર શબ્દોની વાત આવતી હતી.   યુવા વર્ગ માટે તેમણે લખેલા  રોમેન્ટીક  ગીતો આજે પણ સદા બહાર છે.

અને છેલ્લે તેના ફિલ્મ ‘લાલ બંગલા’ના ગીતના શબ્દો ‘હસીન વાદિયો’… ફિજાઓસે કહ દો હવાઓ સે કહ દો, મેરા યાર મેરા પ્યાર લેકે આયા હે…’

ગીતકાર ગુલશન બાવરાના ટોપ-10 ગીતો

  • તુમ્હે યાદ હોગા કભી હમ મીલે થે -સટ્ટાબઝાર
  • મેરે દેશ કી ધરતી સોના ઉગલે – ઉપકાર
  • કસ્મે વાદે પ્યાર વફા સબ – ઉપકાર
  • ચાંદી કી દીવાર ન  તોડી – વિશ્ર્વાસ
  • સપના મેરા ટુટ  ગયા -ખેલખેલ મેં
  • તુમકો મેરે દિલને પુકારા હે -રફુચકકર
  • યાદી હૈ ઈમાન મેરા -ઝંજીર
  • હમને જો દેખે સપને – પરિવાર
  • હમે ઔર જીને કી ચાહત ન હોતી -અગર તુમ ના હોતે
  • ચાંદ કો કયા માલુમ -લાલ બંગલા
  • મુજે મિલ ગઈ હૈ મોહબ્બત કી મંજિલ -ફસ્ટલવ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.