કટપ્પાને બાહુબલિ કો કયું મારા ?

Bahubali-2 | Movie
Bahubali-2 | Movie

બાહુબલિ-૨નું ટીઝર રીલીઝબહુચર્ચિત ફિલ્મના રીલીઝ થવાનો લોકો ઈન્તજાર કરી રહ્યા છે

બહુચર્ચિત ફિલ્મ બાહુબલિ-૨નું ટીઝર રીલીઝ થઈ ચૂકયું છે. બાહુબલિએ લોકો પર છાપ છોડી છે તેથી બાહુબલી ૨નો બેસબ્રીથી ઈન્તજાર છે.

બાહુબલિ ફિલ્મના અંતમાં એક મોટો પ્રશ્ર્નાર્થ મૂકાયો હતો કટપ્પાને બાહુબલી કો કયો મારા ? આ સવાલનો જવાબ બાહુબલિ ૨માં મળવાનો છે. આ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર રીલીઝ થઈ ગયા છે.

બાહુબલિના સીનેમેટોગ્રાફર કે.કે. સેન્થિલ કુમારે ટિવટર પર માહિતી શેર કરી હતી આ ફિલ્મની વિઝયુઅલ ઈફેકટ તેનું જમા પાસું છે.

બાહુબલીના નિર્માતા નિર્દેશક રાજામૌલી છે. કરન જોહર પણ સહ નિર્માતા છે. ફિલ્મમાં પ્રભાસ બાહુબલિની ભૂમિકા ભજવે છે.

ટીઝર એટલે ટ્રેલરથી પણ નાની ઝળક હવે ટ્રેલર તૈયાર થઈ રહ્યં છે. જે ટૂંક સમયમાં બહાર પડશે.

બાહુબલિ -૨નું પોસ્ટર શિવરાત્રીનાં દિવસે રીલીઝ થયું હતુ બીજાભાગમાં પ્રભાસ ડયુઅલ રોલ કરે છે.ફિલ્મના હીરો પ્રભાસે જણાવ્યું હતુ કે બાહુબલી ૨ વધારે ભવ્ય છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી તમામ વર્ગનાં લોકોને ખૂબજ પસંદ પડી હતી. આ ફિલ્મે ખૂબ સારો બિઝનેશ કર્યો હતો. તેમના માટે આ ખૂબ સારી સાઈન છે. તેથી બાહુબલી ૨ને અત્યારથી જ હીટ માનવામાં આવી રહી છે.