કથા તુજ પ્રેમની

rajchandraji
rajchandraji

યુગે યુગે ભારત જેવી પવિત્ર ભૂમિ પર વિરલ વિભૂતીઓ અવતાર ધારણ કરે છે અને અજ્ઞાનના અંધકારમાં અટવાતી અને પરાધીનતાી પીડાતી માનવજાતના ઉદ્ધારનું કાર્ય કરી જાય છે.

આજી બરાબર ૧૪૯ વર્ષ પહેલાં અધ્યાત્મયોગી શ્રીમદૃ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર મહાપુરુષે આ પંચમકાળમાં આ પૃથ્વી પર દૃેહ ધારણ કરી આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે આવું જ અદૃ્ભુત કાર્ય કર્યું હતું.

આજે આપણા સૌના સહિયારા સૌભાગ્યને પરિણામે આપણે સૌ આવા આત્મજ્ઞાની મહાપુરુષનું ૧૫૦મું જન્મજયંતી વર્ષ ઉજવવા માટે ભાગ્યશાળી બન્યા છીએ.

જયારે અધ્યાત્મ ક્ષેત્રે સત્યધર્મના મૂલ્યો વિસરાઈ ગયા હતા અને ધાર્મિક ક્ષેત્રે બાહ્ય ક્રિયાકાંડનું મહત્વ વધી ગયું હતું અને સામાજિક ક્ષેત્રે વહેમ, કુરિવાજો અને કુરુઢિના દૃૂષણો વ્યાપી ગયા હતા, ત્યારે શ્રીમદૃ્ રાજચંદ્રજી જેવા મહાન પુરુષે માનવજાતના કલ્યાણ માટે પુનરોદ્ધારનું કાર્ય કર્યું હતું અને ધાર્મિક ક્ષેત્રે આત્મલક્ષી ધર્મના મૂલ્યો ફરી પ્રસપિત કર્યા હતા.

શ્રીમદૃ્ રાજચંદ્રજી જેવા વૈરાગ્યશીલ મહાત્માનું જીવન પ્રેમ, કરુણા અને માધુર્યી છલોછલ ભરેલું હતું, પરિણામે તેઓશ્રીના સાંનિધ્યમાં આવનાર દૃરેક જીવ સુખ, શાંતિ અને શાતાનો અનુભવ કરતા હતા. તેઓશ્રીના સંગને તા બોધને જે લોકો પામ્યા હતા, તે સર્વ જીવોને આ પ્રેમ, કરુણા અને સ્નેહનો અનુભવ યો હતો.

શ્રીમદૃ્ રાજચંદ્રજીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓશ્રી દઢ મનોબળ ધરાવતા હોવા છતાં વિનમ્રતા, લઘુતા અને દૃીનતા જેવા ગુણો તેઓશ્રીના જીવનમાં વણાઈ ચૂક્યા હતા. આી સમસ્ત જીવરાશી પ્રત્યે દૃયા, પ્રેમ, અને કરુણા કી આ જીવોની રક્ષા ાય તે માટે તેઓશ્રી પ્રયત્નશીલ રહેતા હતા.

જ્યારે તેઓશ્રી બાલ્યાવસમાં હતા ત્યારે શાક સમારતા તેઓશ્રીનું કોમળ હૃદૃય કંપી ઉઠતું અને આંખમાંી અશ્રુ સરી પડતા. વળી તેઓશ્રીની હાજરીી સાંઢ જેવા ખૂંખાર પશુ પણ શાંત બની જતા અને વાઘ જેવા હિંસક પ્રાણી પણ હિંસા ભૂલી જઈ શાંત ઈ બેસી જતાં. આમ તેઓશ્રીના પ્રેમમય અને કરુણામય સાંનિધ્યમાં સર્વ જીવો નિર્ભયતાનો અનુભવ કરતા હતા. આમ સર્વ જીવોનું હિત જેઓશ્રીના હૈયે વસેલું હતું એવા શ્રીમદૃ્ રાજચંદ્રજી પરમ કૃપાળુ દૃેવ જેવા બિરુદૃને પામ્યા હતા.

આવા કરુણામૂર્તિ પરમકૃપાળુદૃેવ શ્રીમદૃ્ રાજચંદ્રજીના જીવનમાંી પ્રાપ્ત યેલ ઘટનાઓ, પ્રસંગો, બોધ, ઉપદૃેશ કે સુખદૃુ:ખની વાર્તાઓ એટલે કા તુજ પ્રેમની.

આ પ્રેમ અને કરુણાની; સ્નેહ અને સમર્પણની; વિશ્ર્વાસ અને વાત્સલ્યની અને સર્વ જીવોના પ્રત્યે કલ્યાણમય ભાવનાની કા તેઓશ્રીના જીવનમાં ઠેર ઠેર પરાયેલી જોવા મળે છે.

આમ શ્રીમદૃ્ રાજચંદ્રજીના જીવનના અનેક વિશેષતાભર્યા ગુણોનું સંકલન એટલે કા તુજ પ્રેમની.

વિ.સં. ૧૯૨૪ની કારતક સુદૃ પૂનમના મંગલ દિૃને પરમ કૃપાવંત શ્રીમદૃ્ રાજચંદ્રજીનો જન્મ પિતા શ્રી રવજીભાઈ મહેતા તા માતા દૃેવાબાઈને ત્યાં યો હતો. તેઓશ્રીનું બાળપણનું નામ રાયચંદૃભાઈ હતું. શ્રીમદૃ્ રાજચંદ્રજીના પરમ ઉપકારી માતાપિતા ધર્મિષ્ઠ, દૃયાળુ અને સેવાભાવી હતા. તેઓશ્રી નિ:ર્સ્વા ભાવે સાધુસંતો અને ફકીરોની સેવા કરતા હતા. પરિણામે આ બાળકમાં પણ પરોપકારના ગુણો ઉતર્યા હતા.

બાલ્યવયી જ તેઓ શાંત, સરળ અને પ્રેમાળ હતા. આ બાળકની વાણી મધુર હતી અને વર્તન વિનયી હતું. આટલી નાની વયમાં તેઓશ્રીની સ્મરણશક્તિ અદૃ્ભુત હતી. આ ઉપરાંત અનેક પ્રકારની વિશેષ શક્તિઓ તેઓ ધરાવતા હતા. ફક્ત સાત વર્ષની વયે તેઓશ્રીને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત યું હતું. પરિણામે પૂર્વના ભવોનું જ્ઞાન તાં વૈરાગ્યના બીજ તેઓશ્રીના જીવનમાં રોપાયા હતા.

તેઓશ્રીની અદૃ્ભુત સ્મરણશક્તિને કારણે જે જે ગ્રંોનો તેઓશ્રી અભ્યાસ કરતાં હતા તે બધા તેઓશ્રીને કંઠસ્ ઈ જતા હતા.

આત્મજ્ઞાની શ્રીમદૃ્ રાજચંદ્રજીએ તો કિશોરાવસમાં જ જયોતિષનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું અને દૃેશ, કાળ સંબંધી તેઓશ્રીની બધી આગાહીઓ સાચી પડતી હતી. વળી અવધાનશક્તિના પ્રયોગો દ્વારા તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા હતા. શતાવધાનના પ્રયોગો કરવા માટે વિદૃેશમાંી તેઓશ્રીને નિમંત્રણો મળતા હતા.

જ્યારે પરમકૃપાળુ દેવને લાગ્યું કે આ જ્ઞાન આત્મિક વિકાસમાં બાધા‚પ નિવડે તેમ છે ત્યારે આ વૈરાગ્યવંત મહાપુરુષે પ્રસિદ્ધિ અને કીર્તિ અપાવે એવી માનસન્માનભરી જીંદૃગી સમેટી લઈ અવધાનના પ્રયોગો તા જયોતિષવિદ્યાના પ્રયોગો બંધ કરી દૃીધા હતા. આવા નિ:સ્પૃહ, નિષ્કારણ કરુણાના સ્વામી, વૈરાગ્યવંત મહાપુરુષના જીવનનો મૂળ હેતુ માનવજાતના કલ્યાણ માટે સહધર્મના મૂલ્યો ફરી પ્રકાશમાન કરવાનો હતો.

આમ આ મંગળભાવના માટેના આદૃરેલા સાહસ અને પુરુર્ષાની કા એટલે કા તુજ પ્રેમની.