કાઠીયાવાડી રાસ ગરબા અને ઢોલના તાલે નેપાળના રાષ્ટ્રપતિનું સ્વાગત

national | government
national | government

સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી બુધવારે રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કરી સોમના જવા માટે રવાના યા હતા. રાજકોટ એરપોર્ટ ખાતે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી સચિવ હારિત શુકલા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ.કમિશનર બી.એન.પાની, કલેકટર ડો.વિક્રાંત પાંડેએ નેપાળના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. કાઠિયાવાડી રાસગરબા અને ઢોલના તાલે નેપાળના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે વિદ્યાદેવી ભંડારી રાજકોટ પરત ફરશે. ઈમ્પીરીયલ પેલેસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને નેપાળના રાષ્ટ્રપતિ વચ્ચે એક સૌજન્ય મુલાકાત યોજાશે. ત્યારબાદ બન્ને રાત્રી ભોજન સો લેશે.