ના ના કરતે પ્યાર તુમહી સે કર બેઠે… કેટરિના-કૌશલના લગ્નની તૈયારીઓ શરૂ

કબિર ખાનના ઘરે દિવાળીના દિવસે જ કૈટરિના કેફ અને વીકી કૌશલની રોકા સેરેમની યોજાઈ ડિસેમ્બરમાં રાજસ્થાન ખાતે પ્રભુતામાં પગલા માંડે તેવી શકયતા

અબતક, મુંબઈ: ના ના કરતે પ્યાર તુમહી સે કર બેઠે….. કરના થા ઈન્કાર મગર ઈકરાર કર બેઠે….!! કૌશલ-કેટરીનાએ પોતાના પ્રેમ અને હાલ જ પ્રભુતામાં પગલા માંડવાની વાત ખૂબ નકારી…. દોસ્તી-પ્રેમમાં ફેર છે એવી પણ વાતો કહી… પણ આખરે બંનેના પ્રેમ અને હમણાં જ લગ્ન હોવાની વાતનો ખુલાસો થઈ ગયો છે. આ બંનેએ દિવાળીના દિવસે જ રોકા સેરેમનીનું આયોજન કરી ઝટ મંગની પટ વિવાહ…ની તૈયારી જોરોશોરમાં શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે અને એવી અટકળો હતી કે અભિનેત્રી આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં

બોયફ્રેન્ડ વિકી કૌશલ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. પણ આ મુદ્દે કેટરીના કૈફે ઐસા તો મેને નહીં સોચા થા…. કહ્યું હોય તેમ ફેન્સને જણાવ્યું કે તેના લગ્નના સમાચાર ખોટા છે. પણ આ સમાચાર સાચા જ હોવાની પુષ્ટિ તેમની રોકા સેરેમની પરથી થઈ રહી છે. એટલું જ બંનેના લગ્ન સ્થળનો પણ ખુલાસો થયો છે. અગાઉ બંને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા, પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે બંનેએ ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.લગ્ન રાજસ્થાનના કિલ્લામાં કરવામાં આવશે.

જણાવી દઈએ કે એક થા ટાઈગરના દિગ્દર્શક કબીર ખાનના ઘરે દિવાળીની પાર્ટી દરમિયાન વિકી અને કેટરીનાના પરિવારજનોની હાજરીમાં અભિનેતા-અભિનેત્રી રોકાયા હતા. અને અહીં જ રોકા સેરેમની યોજાઈ હતી. ડાયરેક્ટર કબીર ખાન અને તેની પત્ની મીની માથુર, બંને કેટરીના માટે પરિવાર જેવા છે. કેટરીના કબીરને ભાઈ માને છે. અહેવાલ અનુસાર વિકી અને કેટરીનાની રોકા સેરેમની ખૂબ જ સુંદર રહી હતી. કેટરીનાએ સુંદર લહેંગા પહેર્યો હતો. લાઇટિંગ અને ડેકોરેશન પણ અદ્ભુત હતું. દિવાળીના દિવસે શુભ મુહૂર્ત હોવાથી બંનેના પરિવારજનોએ આ વિધિ કરવાનું નક્કી કર્યું. નોંધનીય છે કે, વર્ષ 2019થી કેટરીના અને કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ ક્યારેય પોતાના સંબધો વિશે ખોલ પાડી નથી કે પોતાના સંબધો સ્વીકાર્યા નથી.