બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં કેટરિના લાગી ક્યુંટ ….

21 એપ્રિલની રાત્રે ‘ગલ્લી બોય’ની ડિરેક્ટર ઝોયા અખ્તરે પોતાના ઘરે એક નાની પાર્ટી આપી હતી. જેમાં તેના નિકટના મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીમાં રણવીરસિંહ, કેટરિના કૈફ, ડિનો મોરિયા અને અભય

દેઓલ સહિત અનેક સેલેબ્સ આવ્યા હતા. પરંતુ જેવી કેટરિના ઝોયાના ઘરમાં પ્રવેશી કે, ચોકીદાર તો તેને જોતો જ રહી ગયો હતો.ગંજીમાં આવ્યો રણવીર તો કેટરિના આવી બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં

આ દરમિયાન હોટ એન્ડ હેન્ડસમ સ્ટાર રણવીરસિંહ કુલ અંદાજમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટ્રાઉઝર અને માત્ર ગંજી જ પહેર્યું હતું. તેમજ સ્પેક સાથે કેપમાં ક્લિક થયો હતો. જ્યારે કેટરિના કૈફ બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં એકદમ ખુશ મિજાજ અંદાજ સાથે જોવા મળી હતી. તેણે ફોટોગ્રાફર્સને હસી હસીને પોઝ પણ આપ્યા હતા.