Abtak Media Google News

રાજુલામાં હીરાભાઈ સોલંકી, સાવરકુંડલામાં મહેશ કશવાલાનું નામ જાહેર

ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી જિલ્લાની તમામ બેઠકો ઉપરના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આ તમામ ઉમેદવારોને ગત રાત્રીના જ ફોન આવી ગયા હતા.બાદમાં આજે સવારે સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાની 94 ધારી વિધાનસભા બેઠક ઉપર જે વી કાકડીયા, 95 અમરેલી વિધાનસભા બેઠક ઉપર કૌશિક વેકરીયા, 97 સાવરકુંડલા વિધાનસભા બેઠક ઉપર મહેશ કશવાલા અને 98 રાજુલા વિધાનસભા બેઠક ઉપર હિરા સોલંકીને ટીકીટ આપવામાં આવી હોવાનું જાહેર કરાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.