Abtak Media Google News
  • કાયા પલટ સ્ત્રી સંચાલિત પ્રાઇવેટ લિમિટેડ કંપની હજારો લાખો મહિલાઓની વ્હારે ઉભી
  • નારી રત્ન એવોર્ડનું ત્રણ તબક્કામાં આયોજન : પ્રથમ તબક્કામાં 350 બહેનોનું સન્માન
  • વર્ષ 2022 સુધી 2022 મહિલાઓને પગભર કરી નારીરત્નથી સન્માનિત કરવાની અંજુબેન પાડલીયાની અનોખી નેમ

Untitled 1 639

મહિલાઓના અંતરમાં નવો ઉજાસ ઉભો કરી તેઓનું નવી કાયામાં પ્રવેશ કરાવી કાયાપલટએ નારીઓને આત્મનિર્ભરતા તરફના પગલાનું મંડાણ કરાવ્યું છે. કયાપલટ સ્ત્રી સંચાલિત પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ત્રણ તબક્કામાં નારીઓના સન્માનમાં ’નારીરત્ન’ એવોર્ડ એનાયત કરશે.

 

Untitled 1 635

  • 31 ડિસેમ્બરના 472 બહેનોને સન્માનિત કરીને નેમને પૂર્ણ કરશે અંજુબેન પાડલીયા
  • કાયાપલટના માધ્યમ થકી આત્મનિર્ભરતા તરફનું મંડાણ કર્યું: નારીરત્ન એવોર્ડથી સન્માનિત મહિલાઓનો એક સુર: પહેલી ઓક્ટોબર છઠ્ઠા નોરતે 1200 બહેનોનું નારીરત્ન એવોર્ડથી  સન્માન કરાશે

જેમાં સમગ્ર ગુજરાતભર માંથી 5 લાખથી લઈ 50 હજારની કમાણી કાયાપલટના માધ્યમથી કરતી મહિલાઓનું સન્માન કરાવવામાં આવશે. કયાપલટની મહિલાઓ હેલ્થ કોચ કોર્સ વડે આજે સમાજમાં પોતાનું આગું સ્થાન ધરાવી રહી છે.

ગુજરાતના ખૂણે ખૂણે અંજુબેન પાડેલીયાએ ખેડાણકરી સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાની નેમ લીધી છે.એક એવું પ્લેટફોર્મ આપ્યું છે જેમના થકી સ્ત્રીઓને પોતાની મહત્વતા સમજાણી છે. અને લોક કલ્યાણ માટે અંજુબેન પાડલીયાએ  કમરકસી છે.  નેચરોપેથીનો સહારો લઈ આપણા વારસાને અવિરથ વરસાવી રહ્યા છે.જેમાં માટી ચિકિત્સા, જળચિકિત્સા,આહાર ચિકિત્સાહનનો ઉપયોગ કરવામાં આવે છે. માટી દ્વારા લોકોને નેચરોપથીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હજારો લાખો મહિલાઓ કાયાપલટના માધ્યમથી મોટી રોજગારી મેળવી રહ્યા છે.તેમજ માટીના સૌંદર્યવર્ધક પ્રોડક્ટના વેચાણ થકી ઉમદા કાર્ય કરી રહ્યા છે.

Untitled 1 642

નારી રત્ન એવોર્ડ કાર્યક્રમને ચાર ચાંદ લગાડવા નામી અનામી મહેમાનોએ પણ પોતાના સમયના મહત્વનો ફાળો આપ્યો હતો. કાયાપલટના ફાઉન્ડર અંજુબેન પાડલીયા ખરેખર સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરી રહ્યા છે. સાથોસાથ કાયાપલટની પૂરી ટીમને ધન્યવાદ પાત્ર છે.

ગુજરાત ભરમાંથી સૌથી વધારે ટર્નઓવર કરી વધુ આવક મેળવનાર રૂપલબેન આસોડિયાને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ શરીરથી અપંગ એવા ભરૂચના પુષ્પાબેન પટોળીયાને સમગ્ર ગુજરાતના બીજા ક્રમેથી નવાજવામાં આવ્યા હતા.નારીઓના ઉત્થાન માટે અંજુબેન પાડેલીયા દ્વારા કાયાપલટનું માધ્યમ પૂરું પાડવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.