Abtak Media Google News
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45 કલાકના ધ્યાન દરમિયાન મૌન પાળશે અને ધ્યાન ખંડમાથી બહાર નહિ આવે
  • ધ્યાન દરમિયાન વડાપ્રધાન માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષ નો રસ જ ગ્રહણ કરશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યું એવું માનવામાં આવે છે કે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાથી મોટાભાગની પરેશાનીઓ દૂર થઈ જાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી  વિવેકાનંદ રોક મેમોરિયલમાં ’ધ્યાન’ કરી રહ્યા છે. તેમણે ગુરુવાર 30મી મેના રોજ સાંજે 6.45 કલાકે ધ્યાન કરવાનું શરૂ કર્યું, જે 1લી જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. નોંધનીય છે કે, પીએમ મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. તેમના 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ નરેન્દ્ર  મોદી મૌન પાળશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે. આ દરમિયાન વડાપ્રધાન માત્ર પ્રવાહી આહાર જ લેશે. તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષનો રસ જ પીશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 45 કલાકના ધ્યાન દરમિયાન  માત્ર લિક્વિડ  જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યૂસનું સેવન કરશે.વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ચુસ્ત  સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં  પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે  અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ધ્યાન કરતા પહેલા  તમિલનાડુના ક્ધયાકુમારીમાં ભગવતી અમ્માન મંદિરમાં જઇને પ્રાર્થના કરી હતી. આ પછી તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમની મુલાકાત લીધી હતી. આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન કરવા આવ્યા હોય. 2019ના લોકસભાના પરિણામો પહેલા પણ પીએમ મોદીએ કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું. હવે 2024ના પરિણામો પહેલા, પીએમ ક્ધયાકુમારીમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરી રહ્યા છે.પૌરાણિક કથાઓ અનુસાર, દેવી પાર્વતીએ અહીં એક પગ પર ઉભા રહીને ભગવાન શિવની રાહ જોતા ધ્યાન કર્યું હતું. આ ભારતનું દક્ષિણ છેડો છે. આ એ જ જગ્યા છે જ્યાં ભારતની પૂર્વ અને પશ્ચિમી કિનારાની રેખાઓ મળે છે. તે હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.