Abtak Media Google News

શિયાળો શરૃ તાં જ ત્વચા શુષ્ક ઈને તરડાવા લાગે છે. ગુલાબી ઠંડીની મોજ માણતી માનુનીઓને પણ શિયાળો ત્વચાનો શત્રુ લાગે છે. પણ ત્વચા નિષ્ણાતો કહે છે કે આ દુશ્મની ગભરાવા જેવું ની. તેનો સામનો કરવા નાના નાના આયુધો સજાવી લો તો જીત તમારી જ શે.

સૌથી પહેલાં તો ગમે તેટલી ઠંડી હોય તોય ચહેરા પર ગરમ પાણી ન નાખવું. તેનાથી ત્વચા પરનું મોઈશ્ચરાઈઝર નાશ પામે છે અને ચામડી ઝડપી સુકાઈ જાય છે. હા, તમે હુંફાળા પાણીથી ચહેરો ધોઈ શકો છો.

મોટા ભાગના લોકોને સ્નાન કર્યા પછી શરીર ટુવાલ વડે ઘસી ઘસીને લૂછવાની ટેવ હોય છે. પણ શિયાળામાં આવી ભૂલ બિલકુલ ન કરો. દેહને ટુવાલ વડે હળવે હો પપાવીને લૂછવાથી  ત્વચા પરની ભીનાશ જળવાઈ રહે છે.  ચામડી પરની ભીનાશ જાળવી રાખવાનો સસ્તો અને સરળ ઇલાજ એટલે બનાના માસ્ક.

આ ઋતુમાં એક પાકેલા કેળાને સારી રીતે છુંદીને ચહેરા પર લગાવી દો. ૧૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ નુસખાથી ત્વચા સુંવાળી બનશે અને ચામડી પર પડતી કરચલીની પ્રક્રિયા ધીમી થશે.

તમે સ્નાન કરવા કે ચહેરો ધોવા જે સાબુ, બોડીવોશ કે ફેસવોશનો ઉપયોગ કરતાં હો તેમાં હાનિકારક રસાયણો ન હોય તેની કાળજી રાખો. પ્રાકૃતિક સામગ્રી અવા ગ્લિસરીન અને પેટ્રોલિયમ જેવા તત્ત્વો ધરાવતા બોડીવોશનો ઉપયોગ કરો. તમે બા ઓઈલ કે ઑટમિલ સ્ક્રબનો શુષ્ક ત્વચા પર ઉપયોગ કરી શકો છો.

શિયાળામાં ત્વચાને બાળકની ચામડી જેવી મુલાયમ રાખવા તમારા શરીર પર બેબી ઓઈલ લગાવો, તેવી જ રીતે મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકાય.એક નાના ટીસ્પૂન ઓલિવ ઓઇલમાં બે ટીપાં એરંડિયું નાખીને ચહેરા પર લગાવો. ત્યાર બાદ એક નેપકીનને હુંફાળા પાણીમાં બોળીને તેના વડે આખો ચહેરો ઢાંકી દો. નેપકીન ઠંડુ થાય ત્યાં સુધી તેને ચહેરા પર મૂકી રાખો. પછી ચહેરાને કોટન વડે લૂછી નાખો. તમારી ચામડી એકદમ નરમ-મુલાયમ લાગશે.

ત્વચાને ભીનાશ બક્ષવામાં મધ પણ ચમત્કાર કરે છે. ચહેરા પર મધ લગાવીને ૧૦ મિનિટ મૂકી રાખો. ત્યાર બાદ મોઢુ ધોઈ લો.

મોઢા પરની સુકી ત્વચાને દૂર કરવા મીઠાનો પ્રયોગ કરો. ચહેરો ભીનો કરી તેના ઉપર નમક વડે હળવે હો મસાજ કરો. શુષ્ક ત્વચા દૂર ઈ જશે ચહેરો મુલાયમ લાગશે.

અડધા કપ દૂધમાં રાતભર પાંચ બદામ પલાળી રાખો. સવારના તેને પીસીને પેસ્ટ બનાવી ફ્રીઝમાં મૂકી દો. રાત્રે સુતી વખતે ચહેરા પર હળવે હો લગાડો. સવારના ઊઠીને તમારી ત્વચા પર યેલો ચમત્કાર નજરે નિહાળો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.