Abtak Media Google News

આજ સાંજ સુધીમાં જી.આર. નહીં આવે તો ડોક્ટરો હડતાલને આપશે ઉગ્ર સ્વરૂપ

રાજ્યભરમાં ચાલી રહેલી તબીબોની હડતાલમાં આજ નવો વળાંક આવ્યો છે. તબીબોએ દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી હડતાલ સમેટયા વિના જ ફરજ પર પરત ફરી ઇમરજન્સી સેવા શરૂ કરી છે. આજ સાંજ સુધીમાં સરકાર દ્વારા જી.આર. આપવામાં નહિ આવે તો ડોક્ટરો હડતાલને વધુ ઉગ્ર સ્વરૂપ આપશે તેવી માહિતી જાણવા મળી છે. તો વડોદરા અને જામનગરમાં હડતાલ સમેટાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત જુનિયર ડોકટર્સ એસોસિએશન બેન્ડર કે જેના લગભગ ૨૦૦૦ જેટલા તબીબો સાતમા પગાર પંચની માંગને લઈ હડતાલ પર ઉતરી આવ્યા છે. ત્યારે સરકાર અને તબીબો વચ્ચે ભારે ઘર્ષણ બાદ હવે તબીબો ઇમરજન્સી સેવા પર પરત ફર્યા છે. પરંતુ હજુ સુધી હડતાલ શરૂ જ રાખી હોવાનું પણ જાણવા મળ્યું છે. તબીબોએ જણાવ્યું હતું કે, તંત્રએ એક ખાસ કમિટી બનાવી છે જે આ અંગે વાટાઘાટો કરશે. મોડી રાત્રે વાત આવી હતી કે, સરકાર સિનિયર બેચને લાભો આપવા તૈયાર છે જુનિયર બેચ માટે અવઢવ હતી જ્યારે તબીબો બધા માટે લાભોની માંગ કરી રહ્યા છે.

Image2

તબીબો દ્વારા હાલ જણાવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલ વાટાઘાટો ચાલી રહી છે. જેમાં ગઈ કાલથી ૨૪ કલાક માટે તબીબોએ દર્દીઓના હિત માટે ઇમરજન્સી ફરજ શરૂ કરી છે. તો બીજી તરફ સરકારે બોન્ડ આપવાની વાત કરતા આજ સાંજ સુધીમાં સરકાર તરફથી બોન્ડ નહિ મળે તો હડતાલને વધુ રોદ્ર સ્વરૂપ આપવા માટેની પણ તબીબોએ તૈયારી બતાવી છે.

તો આ લખાઈ રહ્યું છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે જામનગર અને વડોદરામાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ સમેટી લીધી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુરત, રાજકોટ અને ભાવનગરમાં તબીબો હડતાલમાં અવઢવ પેદા થતા હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.