કેજરીવાલ અને માનનો ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

આજે ગાંધીધામ અને જૂનાગઢમાં સભા રાત્રી રોકાણ રાજકોટમા કરશે: કાલે સુરેન્દ્રનગર અને ખેડબ્રહ્મામાં સભા ગજાવશે

ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે. આપના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ અલગ-અલગ ચાર શહેરોમાં ચૂંટણી સભા સંબોધશે. રાત્રી રોકાણ કરશે નિલ સિટી ક્લબ આયોજીત રાસોત્સવમાં હાજરી આપશે. “આપ” દ્વારા ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખનું એલાન હવે ગમે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકોટ પાર્ટીઓ એડી ચોંટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુરૂવાર અને શુક્રવારે ગુજરાતના પ્રવાસે હતા. તેઓએ અલગ-અલગ ત્રણ શહેરોમાં રોડ-શો યોજ્યા હતા અને જંગી જાહેર સભા સંબોધી હતી. દરમિયાન આજથી આમ આદમી પાર્ટીના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ બે દિવસ દરમિયાન અલગ-અલગ પાંચ જિલ્લાની મૂલાકાત લેશે અને ચાર જિલ્લાઓમાં ચૂંટણી સભા ગજવશે. આજે કેજરીવાલ અને માન કચ્છના ગાંધીધામ ખાતે અને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં જંગી જાહેર સભાઓ સંબોધશે. દરમિયાન રાત્રે બન્ને રાજ્યના મુખ્યમંત્રીઓનું રાજકોટ ખાતે આગમન થશે.

તેઓ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને નિલ સીટી ક્લબ આયોજીત અર્વાચિન રાસોત્સવમાં ખાસ હાજરી આપશે. દરમિયાન આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સુરેન્દ્રનગર અને ખેડબ્રહ્મામાં જાહેર સભા સંબોધશે. ગુજરાતની મૂલાકાત દરમિયાન કેજરીવાલ આજે અમદાવાદ ખાતે પાર્ટીના હોદ્ેદારો અને કાર્યકરો સાથે મહત્વપૂર્ણ મીટીંગ કરશે. બપોરે 12 કલાકે ગાંધીધામમાં ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધી હતી. જ્યારે બપોરે જૂનાગઢના ખલીલપુર રોડ સ્થિત ખોડલ ફાર્મ ખાતે સભાને સંબોધશે. આવતીકાલે સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે અને ખેડબ્રહ્મામાં ઉંડવામાં જાહેર સભા સંબોધશે.