Abtak Media Google News

કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા હવે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લદાયેલા કડક પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે રાજધાની દિલ્હીમાં પણ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના આગામી તબક્કાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું છે કે આવતીકાલે સવારે 5 વાગ્યાથી કેટલીક પ્રવૃત્તિઓ સિવાય બાકીની બધીજ ગતિવિધિઓ પુન: વેગવંતી થઈ જશે. નોંધનીય છે કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા ઝડપી બનતાં આંતરરાષ્ટ્રીય પરિવહન સહિતની સેવાઓ વધુ ઝડપી બનશે. જેનાથી દેશના અર્થતંત્રને વધુ વેગ મળતો થઈ જશે.

કેજરીવાલ સરકાર હાલમાં ‘વેઈટ એન્ડ વોચ’ની વ્યૂહરચના અપનાવવાના મૂડમાં છે. એક અઠવાડિયા સુધી નજર રાખવામાં આવશે. જો કેસ વધશે તો ફરીથી પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. કારણ કે હાલ કોરોના વાયરસની બીજી લહેર અંકુશમાં હજુ સંપૂર્ણપણે આવી નથી ત્યાં ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. 14 જૂનથી દિલ્હીમાં શું ખુલશે અને શું બંધ રહેશે, ચાલો તેના વિશે આપણે જાણીએ.

*રાજધાની દિલ્હીમાં શું બંધ રહેશે ?*

તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

કોઈપણ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે નહીં.

સ્નાનાગાર, સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સંકુલ બંધ

સિનેમા હોલ અને થિયેટર,
મનોરંજન પાર્ક, ભોજન સમારંભ હોલ, સભાગૃહ, સ્પા અને જિમ બંધ

સાર્વજનિક ઉદ્યાન, બગીચા બંધ

*છૂટ ક્યાં મળી શકે ?*

સરકારી કચેરીઓમાં ગત સપ્તાહની સમાન સિસ્ટમ અમલમાં રહેશે.

આવશ્યક સેવાઓ કચેરીઓમાં 100% હાજરી.

50% સ્ટાફ સાથે ખાનગી કચેરીઓ સવારે 9 થી સાંજ 5 સુધી કાર્ય કરશે.

બજારો, મોલ્સ અને માર્કેટ સંકુલની તમામ દુકાનો સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે

મંદિરો ખુલશે પરંતુ ભક્તોને પ્રવેશ નહિ

રેસ્ટોરન્ટ 50% બેઠકની ક્ષમતા સાથે ખોલી શકે છે

લગ્ન ફક્ત કોર્ટ કે ઘરોમાં જ થઈ શકશે. મહત્તમ 20 લોકોને મંજૂરી

અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ 20 લોકો ભાગ લઈ શકે છે

દિલ્હી મેટ્રો 50% ક્ષમતા સાથે ચાલુ થશે

મહત્તમ 2 મુસાફરો ઓટો-કેબમાં બેસી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.