કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છે: અમરીંદરસિંહ રાજા બ્રાર

aap | election | dilhi
aap | election | dilhi

‘એ’ અને બી ટીમની સંયુક્ત મીલીભગત દેશ અને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરીંદરસિંહ રાજા બ્રારએ  જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી અહીં વારંવારઆવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે, પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે. આજ પ્રમાણે દિલ્હીની અંદર પણ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એમ કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદુષણ થાય છે અને અમે આ પ્રદુષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર 68 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે 23 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમ ચલાવી રહ્યાં છે.

આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી 80ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી, હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. કાળી માતાના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો અને આજે આઈ.બી.ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ હુમલો કરવામાં આવે છે. દિલ્હીનો ગેંગસ્ટર લોરેન્સ બીશનોઈ તિહાડ જેલમાંથી 2 હજાર ગુન્ડાઓના નેટવર્કથી આખુ ખંડણીનું ગેરકાયદેસર તંત્ર ચલાવી રહ્યો છે. આજ વ્યક્તિના માણસોએ સિઘુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં છેલ્લા 21 દિવસમાં 19 મર્ડર થયા છે. આજે હવે પંજાબમાં આઝાદીના નારા અને ખાલિસ્તાનના નારા પણ લગાવી રહ્યાં છે. મને પણ ઈન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ હતી તે રીતે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આજે પંજાબના વેપારીઓને ગુંડાઓ કનડી રહ્યાં છે અને તેમની જાનની સુરક્ષા માટે તેઓ 10 થી 20 લાખની ખંડણી ચુકવી રહ્યાં છે. જે પ્રમાણે આ બધી બાબતો પર પંજાબ પોલીસ નિષ્ક્રીય છે એ જ રીતે કેન્દ્રીય એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે. એ અને બી ટીમની આ મીલી ભગત દેશની સુરક્ષા માટે ખુબજ ખતરનાક છે.

આજે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી વાતાવરણ છે, મંદી, મોંઘવારી અને બેરોજગારીથી ગુજરાતની સાડા છ કરોડની જનતા ત્રસ્ત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે આમ આદમી પાર્ટી માત્રને માત્ર ભાજપને મદદ કરવા માટે ગુજરાતમાં કાર્ય કરી રહી છે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીનો સાચો ચહેરો દર્શાવવા હું પંજાબથી અહિં આવ્યો છું. અરવિંદ કેજરીવાલ ચિઠ્ઠીમાં કોંગ્રેસને આટલી સીટો મળશે તેવું લખીને ભ્રહ્મ ફેલાવી રહ્યાં છે પરંતુ ભાજપને કેટલી સીટો મળશે તે નથી લખતા તે જ સાબિત કરે છે કે આ એ અને બી ટીમની સંયુક્ત મીલીભગત છે. દેશ અને ગુજરાતની જનતા જુઠ્ઠાણા અને ઝુમલેબાજોને ઓળખી ગઈ છે.