કેસર પેંડા

kesar penda |abtak media
kesar penda |abtak media

સામગ્રી

૧/૪ ટીસ્પૂન કેસરના રેષા
૨ કપ ભૂક્કો કરેલો માવો
૧ ટીસ્પૂન દૂધ
૧/૨ કપ સાકર
૧/૪ ટીસ્પૂન એલચી પાવડર

વિધિ

  1. એક નાના બાઉલમાં દૂધ સાથે કેસર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માવાને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.
  3. તે પછી તેમાં સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. આ મિશ્રણને એક થાળીમાં પાથરીને તેને ઢાંકીને એક દીવસ રહેવા દો.
  5. તે પછી માવાના મિશ્રણનો ભૂક્કો કરી તેમાં એલચી પાવડર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. આ મિશ્રણના ૧૬ સરખા ભાગ પાડી દરેક ભાગના ૩૭ મી. મી. (૧ ૧/૨”)ના ગોળ ચપટા આકારના પેંડા તૈયાર કરો.
  7. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.