- અગતરાય રોડ પર કાર ઝાડ સાથે અથડાતાં સર્જાયો અકસ્માત
- કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ
- અકસ્માતમાં વિજય સોલંકી અને ચંદુ ડાભીનું મો*ત અને 2 લોકો ઇજાગ્રસ્ત
- પોલીસે અકસ્માતની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી
કેશોદના અગતરાય રોડ પર કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારમાં ચાર લોકો સવાર હતા. જેમાં 2 લોકોના મો*ત થયા અને 2 લોકોને ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે લગ્નમાંથી હાઇવે નજીક નાસ્તો કરવા જઈ રહ્યા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને કારની બહાર કાઢવા ફાયર ટીમે કામગીરી હાથ ધરી હતી. મૃતક વિજય સોલંકી અને ચંદુ ડાભી હોવાની જાણકારી મળી હતી.
એરપોર્ટ રોડ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવી બાયપાસ નજીક નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પોલીસે અકસ્માતની સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. ઝાડ સાથે કાર અથડાતા 2 લોકોના મો*ત થયા હતા અને 2 લોકોને ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર 4 લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, ત્યારે વહેલી સવારે 3 વાગ્યે ઘટના બની હતી. કેશોદ ફાયર ટીમ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ઘરી હતી.
વહેલી સવાર આસપાસ બહાર નાસ્તો કરવા જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. તેમજ કારમાં સવાર 4 લોકો કેશોદ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. અકસ્માતમાં 2 લોકોનાં મોત થયા છે. વિજય સોલંકી તેમજ સંજય ડાભી નામના યુવાનોના મોત થયા છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેશોદ ફાયર ટીમ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ઘરી હતી.
અહેવાલ : જય વિરાણી