Abtak Media Google News

કેશોદ, જય વિરાણી:

કેશોદ નજીક આવેલાં શેરગઢ ગામે કૃષ્ણનગર પરા વાડી વિસ્તારમાં મહાકાય અજગર ચડી આવ્યો હતો. આ અંગેની માહિતી રહીશોએ જીવદયાપ્રેમી સંસ્થાને જાણ કરતાં યુવાનોની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. કેશોદ વન વિભાગને માહિતગાર કરવામાં આવતાં વનવિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગયેલ હતી.

કેશોદના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં થોરની વાડમાં ઘુસી ગયેલ મહાકાય અજગરને બહાર કાઢી મેદાનમાં મુકતાં કોઈ ભક્ષણ કર્યું હોવાનું ધ્યાને આવતાં થોડી ક્ષણોમાં પેટમાંથી નોળીયો બહાર કાઢ્યો હતો. કેશોદ વનવિભાગ અને જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા અજગરનુ રેસ્કયુ કરી સાસણ-ગીર ફોરેસ્ટ ખાતે મોકલી દેવામાં આવેલ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ અજગરની લંબાઈ છ ફુટની માનવામાં આવી છે અને વનવિભાગ અને જીવદયાપ્રેમી સંસ્થા દ્વારા ત્વરિત રેસ્કયુ કરી કામગીરી હાથ ધરવામાં આવતાં શેરગઢ વાસીઓએ રાહત અનુભવી છે. કેશોદના શેરગઢ કૃષ્ણનગર પરા વિસ્તારમાં અજગરનુ રેસ્કયુ જોનારા અવાચક બની ગયાં હતાં. ચોમાસાની ઋતુમાં ખોરાક માટે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળતાં હોય છે ત્યારે આવાં સરીસૃપ પ્રાણીઓને ઈજાગ્રસ્ત કરવા કે મારાવાને બદલે જીવદયાપ્રેમી સંસ્થાને અથવા વનવિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.