Abtak Media Google News

નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાના હસ્તે કરાશે ઉદ્ઘાટન

અબતક,જય વિરાણી,કેશોદ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ એરપોર્ટ ઘણા સમયથી બંઘ હોવાથી તેને ધમધમતું કરવા ઉઘોગો સાથે વેપારી મંડળો દ્રારા રજુઆતો સાથે માંગણી કરવામાં આવતી હતી.દર ચુંટણીમાં કેશોદ એરપોર્ટ શરૂ કરવાનો મુદો ગુંજતો પણ હતો. જેને લઇ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા દ્રારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા.

જે અંર્તગત દિલ્હી ખાતે મંત્રીને મળી ઉડાન યોજના અંર્તગત કેશોદ એરપોર્ટ પરથી વિમાન સેવા શરૂ કરવા રજુઆત કરી હતી. જેને લઇ ઉડયન મંત્રાલય દ્રારા કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ એરપોર્ટ ખાતે રૂ.25 કરોડના ખર્ચે રન-વે મરામત સહિતની જરૂરી તમામ કામગીરી શરૂ કરવામાં આવેલ જે તાજેતરમાં પુર્ણ થઇ ગઇ હતી. જેથી કેશોદ એરપોર્ટ પરથી વિમાનને ઉડાન ભરવા અંગે નાગરીક ઉડયન મંત્રીએ સાંસદને પત્ર લાખી જાણ કરી છે.આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્યા મુજબ આગામી તા.12 માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું નાગરીક ઉડયન મંત્રી જયોતિરાદિત્ય સિંઘીયા ઉદઘાટન કરશે. કેશોદ એરપોર્ટથી પ્રથમ ફલાઇટ મુંબઇ સુઘીની ઉડાન ભરશે.

જેને લઇ જરૂરી તમામ તૈયારીઓ પુર્ણ થઇ ચુકી છે. એરપોર્ટ પરથી પ્રથમ પ્લેન એર ઇન્ડીયાનું ઉડાન ભરશે. તે કેટલી સીટનું હશે તે સહિતની વિગતો ટુંક સમયમાં જાહેર થશે.કેશોદ એરપોર્ટ શરૂ થવાથી સ્થાનીક પ્રવાસન ઉઘોગ સાથે ફીશ, સીમેન્ટ, કેમીકલના ઉઘોગો સાથે સ્થાનીક વેપાર-ધંધા વેગ મળવાની સાથે રોજગારી પણ વઘશે. જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાની ટુરીઝમ સર્કીટને વિકસાવવામાં ખુબ ફાયદો મળશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.