Abtak Media Google News

તાજેતરમાં સુરતની આગ લાગવાની ઘટનામાં બાવીસ બાળકો પોતાના પ્રાણ ગુમાવ્યા હતા અને ઘટના બાદ સરકારી તંત્ર દોડતું થયું છે અને મહાનગરપાલીકા અને નગરપાલીકા વિસ્તારમાં તાત્કાલીક અસુરક્ષીત બિલ્ડીંગમાં ફાયર સુવિધા ઉભી કરવા માટે તંત્રએ નોટીસો જારી કરી હતી. ત્યારે આ ઘટના બાદ રિયાલીટી ચેક કરવા માટે અમારા રિપોર્ટર પ્રકાશ દવેએ સૌ પ્રથમ આવી નોટીસ આપનારા તંત્ર પાસે આ સુવિધા છે કે નહી તે વિષે પાલીકાના બાંધકામના એન્જીનીયર વિપુલભાઈ ચૌહાણની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં આ સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ અન્ય લોકોની સાથે નગરપાલીકા પણ આ સુવિધા ઉપલબ્ધ કરી લેશે તેવું જણાવ્યું હતુ ત્યારે અખબારના અહેવાલ બાદ નગરપાલીકાએ વીસ જેટલાના બાટલા પાલીકાની અલગ અલગ શાખામાં લગાવી દીધા છે. તેની પણ અમો જાણકારી આપી રહ્યા છીએ પરંતુ હજુ પણ સરકારી કચેરીઓમાં મામલતદાર કચેરી કે પોલીસ સ્ટેશનમાં આવી સુવિધાઓ નથી ત્યારે તમામ કચેરીઓમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જે જગ્યાએ નોટીસ ફટકારી છે તેવી જગ્યાએ વહેલાસર ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાલીકા આગળ આવે તેવી શહેરીજનોની માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.