કેશોદ: મોવાણા ગામેથી જાહેરમાં જુગાર રમતાં 5 જુગારીઓને ઝડપી પાડતી કેશોદ પોલીસ

જય વિરાણી, કેશોદ

કેશોદ તાલુકાનાં મોવાણા ગામે જુનાં વાસમાં સ્ટ્રીટ લાઈટ નાં અજવાળે જાહેરમાં તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતાં હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ અમરાભાઈ સીસોદીયા,રઘુવીરસિંહ સીસોદીયા અને સુખદેવસિંહ સીસોદીયા સહિત પોલીસ ટીમ બનાવી મોકલી આપવામાં આવી હતી.

માહિતી વાળાં સ્થળે કુંડાળું કરીને તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતાં રાકેશભાઈ શંકરભાઈ મકવાણા, હરેશભાઈ પીઠાભાઈ મકવાણા,હરસુખભાઈ જીવરાજભાઈ હદવાણી, વૃજલાલ ભીમજીભાઈ સોલંકી, અનીલભાઈ લાલજીભાઈ વડાલીયા ને રોકડા રૂપિયા ૬૩૨૦/- સાથે અટક કરી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા જાહેરમાં જુગાર રમતાં પાંચ જુગારીઓ પાસેથી અંગજડતી માં એક પણ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન કે અન્ય વાહન ન મળી આવતાં કૌતુક જાગ્યું છે.