કેશોદ: ખીરસરા ગામે 1.5 લાખ લીટર પાણીની ક્ષમતાવાળી ઓવરહેડ ટેંક જમીનદોસ્ત, જુઓ વીડિયો

કેશોદ, જય વિરાણી 

કેશોદ તાલુકાનાં ખીરસરા ગામે ચાલીસ વર્ષ જુનો આવેલ ઓવરહેડ પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં હતો. ગામવાસીઓએ અધિકારીઓ અને પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામા આવતી નહોતી. ત્યારે આજે બપોરે કુદરતી રીતે તુટી કકડભૂસ થતાં ઠેરઠેર પાણી પાણી થઈ ગયું હતું. કેશોદના ખીરસરા ગામે ઓવરહેડ ટાંકી તુટી પડતાં સદનશીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ બાજુમાં આવેલી દુધની ડેરીમાં નુકશાન થયું છે.

બાજુનાં ગોડાઉનમાં રાખેલાં ચણાનાં કટ્ટા પલળી ગયા છે અને એક રીક્ષા ત્થા બાઈકને નુકસાન થયું છે. કેશોદના ખીરસરા ગામે ઓવરહેડ પાણીનો ટાંકો તુટ્યા નાં સમાચાર મળતાં વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી ગયેલ હતું. સદનસીબે બપોરે ઘટના બનતાં દુધની ડેરી એ પશુપાલકો ની હાજરી નહિવત્ હતી. કેશોદના ખીરસરા ગામે દોઢ લાખ લીટર પાણી ની ક્ષમતા ધરાવતો ઓવરહેડ ટાંકો તુટતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું હતું.