Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ ને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ ચાંદીગઢ ના પાટીયા પાસે પુલની નજીક ખોડલભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ સરવૈયા ઉ.વ ૨૬ રહે હાલ કેશોદ માંગરોળ રોડ ઉપર દરબાર વાડીની બાજુમાં મુળ ગામ મેસવાણ તા.કેશોદ પોતાની કબજા ભોગવટા ની વાડીએ ગેરકાયદેસર વગર પાસ પરમીટે વિદેશી દારૂનો જથ્થો રાખેલ હોય.

કેશોદ પોલીસ સ્ટેશન નાં કાફલા સાથે તપાસ હાથ ધરવામાં આવતાં ભારતીય બનાવટનો પરપ્રાંતનો ઇંગ્લીશ રોયલ કલાસીક વ્હીસ્કી લખેલ ૧૮૦ એમએલ. ના પાઉચ નંગ-૮૯૦ કી.રૂ.૮૯૦૦૦/- તથા ઓલ્ડ સમુગલર બ્લેનડેડ સ્કોચ વ્હીસ્કી કંપની શીલપેક બોટલ નંગ-૧૦ કી.રૂ.૧૦૮૦૦/- તથા સરગમ બ્લેન્ડર વ્હીસ્કી કંપની શીલપેક બોટલ નંગ-૨૪ કી.રૂ.૨૦૪૦૦/- તથા મેકડોવેલ્સ વ્હીસ્કી કંપની શીલપેક બોટલ નંગ-૨૧ કી. રૂ. ૭૮૭૫/- તથા ઓપો કંપનીનો એન્ડ્રોઇડ કાળા કલરનો મોબાઈલ-૧ કી.રૂ.૫૦૦૦/ પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂપિયા ૨૭૯૦/- મળી કુલ રૂપિયા ૧,૩૫,૮૬૫/- નો મુદામાલ.

સાથે એક આરોપી ખોડલભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ સરવૈયાની અટક કરી છે ત્યારે વિદેશી દારૂ પુરો પાડનાર નીલેશ ઉર્ફે કાળુ ગોપાલભાઈ આંત્રીલીયા રહે. જુનાગઢ જોષીપરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.