Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

કેશોદ પોલીસે ૭૭૪ વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂપિયા ૪,૪૩,૬૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો.

કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ ને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ કોન્સ્ટેબલ કનકભાઈ હાજાભાઈ બોરીચા ને જુદી-જુદી ટીમ બનાવી રેડ કરવા સુચના આપી હતી.

૩૧ મી ડીસેમ્બર પહેલાં મોટો દારૂનો જથ્થો શહેરમાં ઠલવાય એ પહેલાં ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો.

કેશોદ તાલુકાના રંગપુર ગામનાં માણકા ધાર તરફ સીમ વિસ્તારમાં વિજયભાઈ ભીખુભાઈ બાબરીયા ની વાડીએથી વિદેશી દારૂ નું કટીંગ કરી આવનારી ૩૧મી ડિસેમ્બર માટે મોટો જથ્થો શહેરમાં ઘુસાડવાની પેરવી કરતા હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ, કનકભાઈ હાજાભાઈ બોરીચા આહીર, કિરણભાઈ ડાભી, કનકસિંહ સીસોદીયા, જયેશભાઈ શામળા, રણજીતભાઈ ડાંગર બાતમીના સ્થળે પહોંચતા વાડી માલિક વિજયભાઈ બાબરીયા રંગપુર વાળો નાશી જવાનો પ્રયત્ન કરતાં દબોચી લીધો હતો.

જ્યારે મહિપતસિંહ જીકાભાઈ દયાતર રહે. નોઝણવાવ, ભાવસિંહ ફૌજી રહે.પીખોર, અજાણ્યો ટ્રેક્ટર ચાલક અને અન્ય તપાસ માં નામ ખુલે તે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ દ્વારા પંચ રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં ફર્સ્ટ ચોઈસ બ્રાન્ડ ની ૧૬૬ બોટલ કિંમત રૂપિયા ૪૬,૪૦૦/-, ઓલ્ડ મંક બ્રાન્ડ ની ૪૬૭ બોટલ કિંમત રૂપિયા ૧,૬૩,૪૫૦/- કુલ ૭૭૪ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૨,૦૯,૮૫૦/- સાથે મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

જેમાં એક મહીન્દ્રા કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી સાથે, એક મોટરસાયકલ, ચાર કાળાં કલરની પતરાં ની પેટીઓ સૈનિકો વાપરતાં હોય એવી, એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૪,૪૩,૬૫૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. કેશોદ પોલીસ દ્વારા ઝડપી પાડેલાં વાડી માલિક ની કોવીડ-૧૯ તપાસ રિપોર્ટ આવ્યે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતાં બુટેલેગરો માં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.